________________
૪૫૪
શ્રુત ઉપાસક રમણભાઈ
વિનમ્રતાની મૂર્તિ રમણભાઈ
|| શૈલેષ કોઠારી (શૈલ પાલનપુરી) આશરે ૧૨૫ (સવાસો) પુસ્તકોના લેખક, જૈનધર્મ અને જેન ફિલસૂફીના પ્રકાંડ વિદ્વાન, એક સહૃદય અંગત મિત્ર, માર્ગદર્શક અને મુરબ્બી એવા શ્રી રમણભાઈ ચી. શાહના દુઃખદ અવસાન સાથે મેં મારા અસ્તિત્વનો એક અંશ ખરી પડયો હોવાની અનુભૂતિ કરી છે.
મૃત્યુને તાવિક રીતે ગમે તેટલું અનિવાર્ય માનીએ તો પણ રમણભાઈનું અવસાન મારા જેવા તેમના અનેક મિત્રો, શુભેચ્છકો અને ચાહકો માટે સર્વ રીતે દુઃખદ જ લાગવાનું. પ્રિય રમણભાઈના નામ આગળ સ્વર્ગસ્થ શબ્દ મૂકવાનું મન કયારેય નહીં માને રમણભાઈનું વ્યક્તિત્ત્વ જેટલું સરળ, સુંદર અને સહજ તેટલું જ તેમનું જીવનકર્તવ્ય પણ એટલું સુંદર, સહજ-સરળ અને ઉજ્જવળ હતું.
રમણભાઈ પૂરેપૂરા નિરાભિમાની અને વિનમ્ર હતા. તેમની વિનમ્રતા માટે તો મારા ગઝલગુરુ સ્વ. શૂન્ય પાલનપુરીનો એક શેર ટાંકવાની લાલચ રોકી શકતો નથી.
“વિનમ્રતા છે વધુ માનની અધિકારી પગે જો કંટકો લાગે તો એને ફૂલ કરો”
આજે પણ દુનિયામાં વિનમ્ર માણસો તો ઘણાં મળી આવે છે પરંતુ રમણભાઈની વિનમ્રતા હંમેશાં વધુ માનની અધિકારી બની રહેવાની, તેમણે જીવન યાત્રામાં પણ જ્યાં, જ્યારે અને જેટલાં કંટકો વાગ્યાં ત્યારે તે કંટકોને ફૂલ બનાવી દેવાના સુકૃત્યો કર્યા છે. રમણભાઈએ તેમના સમગ્ર જીવનમાં શૂન્યસાહેબના ઉક્ત શેરનું અક્ષરશઃ રૂપાંતર કરી બતાવ્યું છે.
રમણભાઈ સાથેના મારા અંગત અને ઘનિષ્ટ સંબંધો ઘણાં લાંબા સમય રહ્યા હતા. અનેક વર્ષોની અમારી મિત્રતા છેક સુધી અખંડિત રહી હતી. આ મૈત્રીની સુવાસ સદાય પ્રસરતી રહેશે જ. રમણભાઈ સાથે અંગત સંબંધને કારણે મને તેમના ધીરગંભીર, વિદ્વતાસભર વ્યક્તિત્ત્વના અનેક સુખદ અનુભવો થયા છે જેના સ્મરણો તો ગણ્યાંગણાય નહીં અને વીણ્યાં વણાય નહીં એટલાં છે. તેમની સાથેની મારી સુદીર્ઘ મૈત્રીના અંતરંગ અનુભવોમાંના કયા અનુભવનું આલેખન કરું અને કયાં અનુભવનું ન કરું તે મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org