________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૫ ૫ સમજની દ્વિધા છે પરંતુ મારા હૃદયમાં જે જડાઈ ગયા છે તેવા કેટલાંક અનુભવરત્નો અહીં રજૂ કરું છું.
રમણભાઈ મારાં જીવનમાં અનેક રીતે વણાઈ ગયા છે પરંતુ સૌ પ્રથમ વાત હું મારા સૌપ્રથમ ગઝલસંગ્રહ“ઝૂરતો ઉલ્લાસ'ના પ્રકાશનમાં રમણભાઈ કઈ રીતે નિમિત્ત બન્યાં તેનાથી કરીશ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કમિટીના એક સભ્ય તરીકે કેટલાંક વર્ષો મને રમણભાઈની સાથે કામગીરી બજાવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. એ સમયે મારા ગઝલ-સર્જન વિશે પણ કમિટીના સભ્યોમાં અવારનવાર વાતો થતી રહેતી – એ વખતે મારી પોતાની ગઝલ સંગ્રહ પ્રકટ કરવાની જરાપણ ઈચ્છા નહોતી અને એમ કરવા જેટલી મારી આર્થિક, માનસિક તૈયારી પણ નહોતી પરંતુ એકાએક સૌના આશ્ચર્ય વચ્ચે એક વખત સંઘની એક બેઠકમાં શ્રી રમણભાઈએ જાહેરાત કરી દીધી કે આગામી છ માસમાં જ શૈલેષનો પ્રથમ ગઝલ-સંગ્રહ પ્રકટ કરવામાં આવશે (જેન યુવક સંઘ કરશે) એ પછી તો રમણભાઈની પ્રેમભરી સહાય અને માર્ગદર્શન વચ્ચે “ઝૂરતો ઉલ્લાસ” ઝડપભેર પ્રકટ થયો અને આ સંગ્રહ માટે શ્રી રમણભાઈએ “આવકાર' પણ લખી આપ્યો. આ “આવકાર”માં રમણભાઈએ લખ્યું હતું કે,
મારા ધર્મમિત્ર ભાઈ શ્રી શૈલેશ કોઠારી વ્યવસાયે હીરાના વેપારી છે પણ એમનો જીવ કવિનો છે. હીરાની પરખ કરતાં શબ્દની ચમક એમને વધુ પ્યારી છે. કાવ્યસૂઝ છે. તેઓ સ્વભાવે ઉદાર, મૃદુ અને સંવેદનશીલ છે એટલે તેમને નવોન્મેષની સ્કુરણા થાય એ સ્વાભાવિક છે. જીવનના વનપ્રવેશ પછી એમનો આ પહેલો ગઝલ-સંગ્રહ પ્રકાશિત થાય છે એમાં પણ કોઈ સંકેત રહેલો હશે! એમની સર્જન પ્રવૃત્તિ વધુ પુષ્ટ અને વેગવંતી બને એવી આશા અને શુભકામના છે!''
કોઈપણ ગઝલકાર માટે રમણભાઈની કક્ષાના વિદ્વાન આટલો સુંદર આવકાર લખી આપે તે ઘટના જેટલી પ્રસન્નતાકારક છે તેટલી જ ઉત્સાહવર્ધક પણ છે! રમણભાઈના વિરાટ વ્યક્તિત્વનો વિચાર કરું છું ત્યારે થાય છે કે એમનામાં શું નહોતું? ઈશ્વરે રમણભાઈને બધું જ આપ્યું હતું. રમણભાઈના પત્ની તારાબેન, પુત્રી શૈલજા અને પુત્ર અમિતાભ-આ બધાનાં મુખે માતા સરસ્વતીનો વાસ છે. એ રીતે રમણભાઈ પૂરા નસીબદાર હતા.
રમણભાઈ સાથેના મારા અંગત જીવન અનુભવનો એક લાંબો સહવાસ ૧૯૮૭ થી ૧૯૯૨ના સમયગાળા દરમિયાન પણ રચાયો હતો. આ સમયકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org