________________
૪૫૬
શ્રુત ઉપાસક રમણભાઈ દરમિયાન હું તથા રમણભાઈ દર સોમવારે તળ મુંબઈના એકવીસ દેરાસરોમાં દર્શન માટે સાથે જતા હતા. ક્યારેક પૂજાના કપડામાં તો ક્યારેક સાદા વેશમાં, પણ અમારી આ સદ-દર્શનની પ્રવૃતિ ચાલુ રહી અને એ દરમિયાન રમણભાઈનું જૈનધર્મ અને જૈન શાસ્ત્રો વિશેનું જ્ઞાન પણ મને મળતું રહ્યું હતું.
રમણભાઈ સાથે પ્રવાસ કરવો એ પણ એક લહાવો હતો. રમણભાઈ સાથે પંજાબ, દિલ્હી કાંગડાતીર્થના પ્રવાસો મેં ખેડ્યાં હતા જેને હું મારા જીવનનું મોટું સદ્ભાગ્ય ગણું છું. આમ પણ રમણભાઈ પ્રવાસપ્રેમી હતા અને તેમના વિશ્વભરના પ્રવાસના અનુભવોને આલેખતું પુસ્તક ‘પાસપોર્ટની પાંખે’’ વાંચો તો તમને અવશ્ય એવી પ્રતીતિ થઈ આવે કે તમે પણ આખી દુનિયાની મુસાફરી કરીને હમણાં જ ઘરે આવ્યા છો. પ્રવાસની વાત નીકળી છે તો એક વાત તરત યાદ આવે છે. શ્રી રમણભાઈએ ‘“ઉત્તર ધ્રુવના પ્રવાસે જવાના હતા ત્યારે તેમણે મને અને મારા ધર્મપત્ની પ્રતિમાને (નીમી) સાથે આવવાની ઓફર કરેલી. રમણભાઈની મારા પ્રત્યેની ઉદારતાની લાગણીના આવા તો અનેક ઉદાહરણો છે.’’
અંગત રીતે હીરાના વ્યવસાયમાં પ્રારંભિક સફળતા બાદ કેટલાંક વર્ષો પછી હું આર્થિકભીસમાં આવી પડ્યો. એ સમય ખૂબ કપરો હતો. આત્મક્ષોભ અને માનહાનિના અનેક અનુભવોમાંથી હું પસાર થઈ રહ્યો હતો. બરોબર એ જ સમયે રમણભાઈએ એમનું એક પુસ્તક મને અર્પણ કર્યું. મને ગર્વ છે કે રમણભાઈથી મેં મારા જીવનની એકપણ વાત ક્યારેય છુપાવી નહોતી. મારી ઉજળી બાજુ કરતા મારી નબળી બાજુ જ મેં રમણભાઈને વધુ જણાવી હતી. એ સમયે રમણભાઈ હંમેશાં મને શીખ સાથેના બે શબ્દો કહેતાઃ “આ બધી વસ્તુઓમાંથી આપણે હવે નીકળી જઈએ તો સારું'' એ રીતે રમણભાઈ મારા દુઃખના સમયના સાચા સાથી હતા. એમણે મને એક પુસ્તક અર્પણ કર્યું તે પછી પાલનપુરમાં ઘણાં ઉજળાં ગણાતાં લોકોમાં એકવાર હું ‘‘હસતા’' હતો તેની બદલે ‘વસતો’’ થઈ ગયો હતો. રમણભાઈએ મને પુસ્તક અર્પણ કર્યું તે પછી પંદરથી વીસ જેટલી માતબર વ્યક્તિઓના મારા ઉપર ફોન આવ્યા હતા અને સૌ કોઈ મને માનની નજરે જોવા લાગ્યા હતા. આમાં મારી લાયકાત કેટલી? ખરેખર તો રમણભાઈ મને કઈ રીતે સમજ્યાં હતાં તેનો ખ્યાલ આપવા જ આ અનુભવ અહીં રજૂ કર્યો છે. મારી અને રમણભાઈની ઉંમરમાં ૧૭ વર્ષનો ફરક હતો પણ રમણભાઈ નાના-મોટા સૌ કોઈ સાથે તાલ મિલાવતા રહેતા. ખરેખર તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org