________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૫૭.
રમણભાઈ મારાં માટે એક મિત્ર અને એક મોટા ભાઈ સમાન હતા.
રમણભાઈ, મદત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીની પણ અત્યંત નિકટ હતા. મૃગાવતીશ્રીજી તા. ૧૮ જુલાઈ ૧૯૮૬ના રોજ દિલ્હી મુકામે કાળધર્મ પામ્યાં તે વખતે તેઓ દેવલાલી હતા. મેં તેમને ફોન કર્યો તે પછી તેઓ તથા તારાબેન પહેલી ટ્રેન પકડીને મુંબઈ આવી પહોંચ્યા અને મહાવીર જૈન વિદ્યાલયમાં યોજાયેલી મૃગાવતીશ્રીજીની ગુણાનુવાદ સભામાં તેમણે હાજરી આપીને સુંદર ગુણાનુવાદ કર્યો. રમણભાઈએ એ વેળાએ ટેલિફોન પૂરતી વાતચીતમાં માત્ર દોઢ મિનિટમાં મૃગાવતીશ્રીજી માટે ૧૪ વિશેષણોનો ઉપયોગ કર્યો હતો. આજે આપણને કોઈ શબ્દકોષ હાથમાં પકડાવી દે તો એક કલાકમાં પણ ૧૪ ઉચિત વિશેષણો શોધી ન શકીએ. રમણભાઈની આ વિદ્ધતા હતી. રમણભાઈ પારસમણિ હતા. તેઓ જે કોઈને સ્પર્શે તેને સુવર્ણ બનાવી દેતા.
મને બરોબર યાદ છે ૧૯૮૭ની ૨૩ મી માર્ચે ભારતીય વિદ્યા ભવન ખાતે મારા ગઝલગુરુ સ્વ. શૂન્ય પાલનપુરીની એક ભવ્ય અને અત્યંત ગૌરવપ્રદ ગુણાનુવાદ સભા યોજાઈ હતી. શૂન્ય સાહેબની ગુણાનુવાદ સભા પછી આટલાં વર્ષો બાદ ગત તા. ૨૭૧૦-૨૦૦૫, ગુરુવારના રોજ પાટકર હોલમાં યોજાયેલી રમણભાઈની ગુણાનુવાદ સભા પણ એટલી જ ભવ્ય, ગૌરવપ્રદ અને માતબર હતી.
શૂન્યસાહેબ મારાં ગઝલગુરુ હતા જ્યારે રમણભાઈ મારા જીવન વ્યવહારના ગુરુ હતા. મારાં બન્ને ગુરુઓની આવી માતબર ગુણાનુવાદ સભામાં હું હાજર હતો તેને મારું સનસીબ માનું છું. જો કે આવું સદનશીબ દુઃખકારક જ બની રહેવાનું તે સત્ય હું જાણું છું. રમણભાઈની અંતિમયાત્રામાં હું મારા જ્યેષ્ઠ પુત્ર અનીશના ઓપરેશનને કારણે અગાઉથી ખબર હોવા છતાં હાજર રહી શક્યો નહોતો તેનો વસવસો મને જિંદગીભર રહેવાનો.
અંતમાં નખશીખ સજ્જન, મારા હમદર્દ, મારા મિત્ર વિશે મારા ગઝલગુરુ જનાબ શૂન્ય પાલનપુરીના એક શેર સાથે જ સમાપન કરીશઃ
જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે, મરણ આવે તો એને કહી શકું મિલકત પરાઈ છે”
સાથે જ રમણભાઈએ તેમનું અખૂટ જ્ઞાન, વિશાળ અનુભવફલકનું સમગ્ર અમૃત જગતને અર્પણ કરી દીધું છે. તેમની વિદાયથી જે શૂન્યાવકાશ સર્જાયો છે તે ક્યારેય પૂરી શકાશે નહીં.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org