________________
૪૫૮
શ્રુત ઉપાસક રમણભાઈ
રમણભાઈનો કર્મચારીઓ સાથેનો સ્નેહસંબંધ
I એલ. એમ. મહેતા (સંઘનાં ભૂતપૂર્વ મેનેજર) સ્વ. રમણભાઈને સંઘના કર્મચારીઓ પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ હતી. તેમના આવ્યા પછી કર્મચારીઓની જિંદગી બદલી નાખી હતી. કર્મચારીઓને ભવિષ્યની ચિંતાથી મુક્ત કર્યા હતા. કોઈ કર્મચારી સંઘમાંથી છૂટો થાય તો તેમને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. એ વિચારીને શ્રી. કે. પી. શાહ ત્યારે તેઓ સંઘના મંત્રી હતા તેમની સાથે મળીને પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને મળીને ખૂબ જ જહેમત ઉઠાવીને ઘણાં કમિટી સભ્યોનો અણગમો લઈને કર્મચારી માટે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેપ્યુટી, રજાનો પગાર, માંદગીનો પગાર, બોનસ બધું તેમણએ અપાવ્યું. તેઓ વ્યાખ્યાનમાળાના પ્રમુખ થયા પછી વ્યાખ્યાનમાળાનો એક પગાર પણ આપવાનો શરૂ કરી દીધો હતો. કોઈ પણ કર્મચારી છૂટો થાય તો દોઢથી પોણા બે લાખ લઈને છૂટો થાય. જ્યારે જ્યારે સંઘ તરફથી બહારગામનો પોગ્રામ હોય તો કર્મચારીને સાથે લઈ જવાનું કદી ભૂલતા નહિ. કોઈ વિરોધ કરે તો તેમનો એક જ જવાબ હતો “આવું તેમને જીવનમાં કયારે જોવાનું મળે!” સંઘના કર્મચારીઓ તથા તેમનાં બાળકો સ્વ. રમણભાઈના આ ઉપકારને જિંદગીભર ભૂલી નહિ શકે.
સ્વ.રમણભાઈએ એક પગલું આગળ વધીને સંઘના મેનેજર શ્રી શાંતિલાલ ટી. શેઠને રૂા. ૫૧૦૦૦ની થેલી અપાવી હતી તેમ જ મને પૂ. કાકાસાહેબ કાલેલકરના હસ્તેથી રૂા. ૨૫૦૦૦,ની થેલી આપવામાં આવી હતી.
તેમનું હૃદય ખૂબ જ કોમળ હતું. બીજાનું દુઃખ તેઓ જોઈ શકતા નહોતા. અહી હું ખૂબ જ સરસ એમના સ્વભાવનો પ્રસંગ રજૂ કરું છું. તા. ૨૫-૧૧૧૯૯૩ના રોજ શ્રી મફતલાલ ભીખાચંદ શાહના પરિવાર તરફથી પાટણમાં નેત્ર યજ્ઞ રાખવામાં આવેલ હતો. સ્વ.રમણભાઈને પ્રવાસનો ખૂબ જ શોખ હતો. તીર્થોના દર્શન કરવાનું તેઓ કદી ભૂલતા નહિ. આજુબાજુના સુંદર તીર્થસ્થળો જોવા માટે શ્રી મફતભાઈએ મેટાડોરની સગવડ કરી આપી હતી. ચારૂપ, ભીલડીઆજી, શંખેશ્વર, તારંગા વગેરે તીર્થોમાં દર્શન – પૂજા કરવાનો મોકો મળ્યો. કોઈ કોઈ જગ્યાએ નવાં દેરાસરો પણ બંધાતા હતાં. થોડા મહિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org