________________
શુત ઉપાસક રમણભાઈ
૪૫૯
પહેલાં સ્વ.રમણભાઈ ઉપર ડીસા પાસેના ખરડોસણ ગામના એક વિદ્યાર્થીનો પત્ર આવેલો. “મેં ૧૨મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આ વર્ષે જ અભ્યાસ છોડ્યો છે. પાઠ્યપુસ્તકમાં તમારા પાઠ વાંચ્યા છે. ત્યાર પછી કોઈની પાસેથી આપનું પુસ્તક “પાસપોર્ટની પાંખે' વાંચવા મળ્યું. પુસ્તક વાંચ્યું, ખૂબ જ ગમ્યું. વાંચ્યા પછી જાણે ઘરમાં રહીને આખી દુનિયાની મુસાફરી કરી હોય એવો મને અનુભવ થયો. આપ આ બાજુ આવો ત્યારે મારે ગામ-મારે ઘેર જરૂર આવશો. હું તો આપને મળી શકુ તેમ નથી. કારણ હું બને પગે અપંગ છું.' વિદ્યાર્થીએ પોતાના ઘરનું સરનામું લખ્યું હતું. એ ગામ પાટણથી દૂર હતું. અમારી પાસે સમય નહોતો. રાતનો વખત હતો. ખૂબ જ ફરવાના કારણે બધાં થાકી ગયા હતાં રમણભાઈ તે વિદ્યાર્થીને મળવાની ઝંખનાને રોકી શક્યા નહોતા. હું અહી સુધી આવ્યો છું તો મારે જરૂર મળવું જોઈએ. એ ગામ કાચા રસ્તે ચાર પાંચ કિલોમીટર અંદર હતું.
અમો વિદ્યાર્થીને ઘરે પહોચ્યાં. સ્વ.રમણભાઈના એક પ્રશ્નથી પાસપોર્ટના પાંખના લેખકને તે ઓળખી ગયો “આપ મારે ત્યાં !' વિદ્યાર્થી ગળગળો થઈ ગયો. સુંદરતેજસ્વી એનો ચહેરો હતો. શબ્દો તથા હાસ્યમાં મધુરતા હતી. એની ચિંતાગ્રસ્ત આંખો કુદરતે આપેલી સજા માટે ઉદાસ રીતે અમારી સામે મીંટ માંડી રહી હતી. એની બીમારી માટે ઈલાજ માટે ચર્ચા ચાલી સ્વ.રમણભાઈએ કહ્યું “સારું થતું હોય તો જે કંઈ ખર્ચ થાય તેનો પ્રબંધ થઈ જશે.”
આવા પ્રસંગો ખાલી હાથે પાછા ન આવતાં વિદ્યાર્થીને ભેટ રકમ આપી. પાછા ફરતાં આ પ્રસંગને હું વિચારી રહ્યો હતો. સ્વ. રમણભાઈ ખૂબ જ થાકી ગયા હતા. તેમની પાસે સમય પણ નહોતો. કોઈપણ વ્યક્તિ મળવા માટે આ વાતને ટાળી પણ દે. પત્રની આપલે કરી શકે. વિદ્યાર્થીનો એવો કયો સંબંધ હતો? મુસીબત વેઠીને તેના ઘરે જવાનું. એક પત્રના આધારે. બંને એકબીજાને ઓળખતા પણ નથી. રમણભાઈને પોતાના પુસ્તકના વાચક તરીકે ઓળખે છે. એવા તો ઘણા વાચક છે. ન ગયા હોત તો તેઓ ગુનેગાર ન ગણાત. માનવીના હૃદયમાં રહેલી કરુણાના અહીં દર્શન થાય છે. મેં જોયું છે કે નાનામાં નાની વ્યક્તિનું રમણભાઈ ધ્યાન રાખતા હતા. સાચો માનવી એ જ છે. જે નાનામાં નાના માનવીના અંતઃકરણ સુધી પહોચે છે. તેમના અંત:કરણમાં વાત્સલ્યભાવનું પૂર ઉભરાતું મેં જોયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org