________________
૪૬૦
શુત ઉપાસક રમણભાઈ
રમણભાઈ સાથે મારે વર્ષો પહેલાનો સંબંધ હતો. તેમના નેજા નીચે વર્ષો સુધી મેં કામ કરેલ. તેઓ જ્યારે દાખલ થયા ત્યારે તેમના સસરા શ્રી દીપચંદ ત્રિભોવનદાસ શાહ સંઘનાં મંત્રી હતાં અને હું સંઘ સંચાલિત એમ. એમ. શાહ લાઈબ્રેરીનો ગ્રંથપાલ હતો. ત્યારબાદ તેઓ કમિટી મેમ્બર બન્યા. હું સંઘના કલાર્ક તરીકે કામ કરતો હતો. સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના અવસાન પછી તેઓ સંઘના પ્રમુખ બન્યા તે સમયે હું સંઘના મેનેજર તરીકે કામ સંભાળતો
હતો.
પ્રમુખ તરીકે સમજો કે મેનેજરના નાતે, સંઘની પ્રવૃત્તિના કારણે દર માસે નેત્રયજ્ઞ માટે બહારગામ જવાનું થતું. સંઘના હોદ્દેદારો સાથે દરેક નેત્રયજ્ઞમાં રમણભાઈની સૂચનાથી મને સાથે લઈ જવામાં આવતો. દર વર્ષે થતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં બહારગામની કોઈપણ એક સંસ્થાનો પ્રોજેકેટ લેવામાં આવતો હતો. પર્યુષણ વ્યાખ્યાનમાળા પહેલાં તે સંસ્થાની મુલાકાત લેવી જરૂરી રહેતી. ત્યારે હું પણ તેની મુલાકાત લેવા માટે સાથે જ રહેતો. સાથે રહેવાનું મુખ્ય કારણ એ હતું કે એ સંસ્થાની અપીલ મારે જ લખવાની રહેતી. દર વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળાની અપીલ ૨મણભાઈના કહેવાથી હું જ લખતો હતો.
સંસ્થાની મુલાકાત લીધા પછી રમણભાઈ આજુબાજુના ગામડાંઓના દેરાસરોની મુલાકાત લેવાનું ભૂલતા નહિ. આ કારણે ગુજરાતના કે સૌરાષ્ટ્ર દરેક ગામડાના દેરાસરોનો લાભ મને મળ્યો છે. કોઈ દેરાસર બાકી રહ્યું નહિ હોય !
ઘણાં વર્ષ પહેલાં જૈન ધર્મના પ્રખર વિદ્વાન શ્રી શશિકાંતભાઈ મહેતા પાલિતાણામાં શ્રી રમણભાઈ એમના કુટુંબ સાથે ગાળવાના હતા. મને મારી પત્ની સાથે આમંત્રણ આપ્યું હતું. અમોને પ્લેનમાં લઈ જવામાં આવ્યાં હતાં.
અંગત રીતે તેમણે મને બે સૂચનાઓ આપી હતી. ૧) જ્યારે જ્યારે બહારગામ જઈએ ત્યારે તમારી ટિકિટ સાથે જ લેવાની ૨) આપણે સાથે મુસાફરી કરતાં હોઈએ ત્યારે સંસ્થાની વાત સંઘમાં જ કરવાની. મુસાફરીમાં નહિ, આપણે ફરવા આવ્યા છીએ. આ સૂચન હંમેશાં મેં અમલમાં મૂક્યું હતું.
એમના સહવાસથી દરેક દેરાસરમાં જવાથી મારા જીવનમાં ઘણો ફેરફાર થયો હતો. તેમનામાં રહેલા ઘણાં ગુણોમાંથી થોડા ઘણાં ગુણો મેં અપનાવ્યા હતાં. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, ગુસ્સાને પચાવી પાડવો. બીજા પ્રત્યે દયાભાવ રાખવો. અહી મને તેમના ત્રણ પ્રસંગો યાદ આવે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org