________________
શ્રુત ઉપાસક ૨મણભાઈ
૪૬ ૧
ચિત્રકુટમાં નેત્રયજ્ઞ હોવાથી અઠવાડિયા માટે મારે જવાનું થયું હતું. સ્નાનપૂજાપાઠ કરી નેત્રયજ્ઞમાં જવું-જમીને થોડો આરામ લઈ સાંજે બજારમાં ફરવા જવું. રોજનો અમે નિયમ બાંધી લીધો હતો. સાંજે ફરવા જઈએ ત્યારે દેખાય, ત્યાંના માણસો વહેંચવાની વસ્તુઓને ઓટલા પર કે કોઈ પગથિયા પર ગોઠવીને દુકાન જેવું બનાવતા હોય છે. રોજના નિયમ પ્રમાણે ફરતા ફરતા અમો એક દુકાને વસ્તુ જોવા ઊભા રહ્યા. જોયા પછી તેમાં મને એક દીવડી (દીવો પ્રગટાવવા માટે) ખૂબ ગમી ગઈ. ભાવ પૂછયો. ભાવ મને જરા વધુ લાગ્યો. ભાવ માટે જરા રકજક કરી. પણ દુકાનદારે ભાવ ઓછો કર્યો નહિ. દુકાનદારની સાથે મારી થયેલ વાતચીત રમણભાઈ સાંભળતા હતો. દીવડી ન લેતાં હું જરા આગળ નીકળી ગયો. રમણભાઈએ તેમની દુકાને જ ઊભા હતા. ફરીને અમો અમારા ઉતારે આવ્યા. રમણભાઈ જો મારા સામે જોઈને તેમણે પોતાના થેલામાંથી મારે જે દીવડી જોઈતી હતી તે જ દીવડી કાઢીને ટેબલ પર મૂકી. હું દીવડીને - રમણભાઈની સામે જોઈ જ રહ્યો. ગગ થઈ ગયો. ત્યારે રમણભાઈએ બોલેલ શબ્દો હજી મને યાદ છે. “મહેતા, ગમતી વસ્તુ ભલે થોડી મોંઘી લાગે પણ તે છોડી ન દેવાય. ફરક કેટલો લાગે મુંબઈમાં રૂા.૧૫૦ માં મળે અહીં રૂા. ૧૬૦ માં મળે. ફરક ફક્ત ૧૦ રૂપિયાનો જ હોય છે.પણ ગમતી વસ્તુ ન ખરીદવાનું દુઃખ અનેકગણું હોય છે. અમો સાથે હોઈએ ત્યારે રમણભાઈ મને અવારનવાર ખર્ચા માટે પૈસા આપતા હતા. એ પણ કહેતા કે વધુ જોઈએ તો માગી લેજો.
૨) બિરલા ક્રીડા કેન્દ્રમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાં ચાલતી હતી. થોડા સમય પહેલાં તેમનું પ્રસિદ્ધ થયેલ પુસ્તક “પાસપોર્ટની પાંખે'ની ત્યાં માગ થઈ હતી. રમણભાઈની સૂચનાથી આર. આર. શેઠની કાં માંથી ૧૦૦ કોપી મગાવી. આર. આર. શેઠે પુસ્તકોની સાથે તેમણે પહેલાં વેચાયેલા પુસ્તકોની રોયલ્ટીની રકમ પણ સાથે મોકલી આપી હતી. તે રકમ રૂા. ત્રણ હજાર હતી. રમણભાઈને મેં આ વાતની જાણ કરી. તેમણે આ રકમ ન રાખતાં સ્ટાફને વહેંચી દેવાની મને સૂચના આપી. હું કંઈ બોલું તે પહેલાં તેમણે મને ચર્ચા કરવાની ના પાડી. તેમનામાં રહેલી સ્ટાફ પ્રત્યેની લાગણીનો ખ્યાલ આવ્યો.
૩) ઘણાં વર્ષો પહેલાં ભારતીય વિદ્યાભવનમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલતી હતી. ત્યારે મેં જોયું કે પગથિયાં ચઢીને એક ભાઈ મારી તરફ આવી રહ્યા હતા. તેમનો સ્વભાવ હતો - વાતવાતમાં કજિયો કરવો - ઊંચા સાદે બોલવું. બધાને ધમકી આપવી. ધાર્યું કરાવવું. મારી નજીક આવી ને કહે – મહેતા, “રમણભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org