________________
૪૬ ૨
શ્રુત ઉપાસક રમણભાઈ કયાં છે ?' મેં કહ્યું. અંદર તેમનું વ્યાખ્યાન ચાલે છે. “કયારે પૂરું થશે ?' મેં કહ્યું અગિયાર વાગ્યે,” ઠીક હું અગિયાર વાગે આવું છું. તેઓ ચાલ્યા ગયા. બરોબર અગિયાર વાગ્યે એ ભાઈ આવ્યા. રમણભાઈનું વ્યાખ્યાન પણ પૂરું થઈ ગયું હતું. હું તેમની સાથે અંદર ગયો. સામે જ રમણભાઈ આવતા હતા. મેં રમણભાઈનું ધ્યાન દોર્યું. “રમણભાઈ, આ ભાઈ તમને મળવા માગે છે.” રમણભાઈ તેમને ઓળખતા હતા. રમણભાઈએ હસતાં હસતાં તેમને આવકાર્યા. પોતાના સ્વભાવ પ્રમાણે ઉગ્ર રીતે તે ભાઈએ કહ્યું “રમણભાઈ આ તમારી વ્યાખ્યાનમાળા હું બંધ કરાવીશ.” રમણભાઈએ જે જવાબ આપ્યો તે જવાબ ફક્ત રમણભાઈ જ આપી શકે. “ભાઈ તમે પર્યુષણ વ્યાખ્યાનમાળા બંધ કરાવશો તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ. તમે જાણો છો. વ્યાખ્યાનમાળા માટે વ્યાખ્યાતા લાવવા માટે અમારે કેટલી કેટલી મહેનત કરવી પડે છે. કોઈને તારીખ માફક ન આવે. કોઈને કયારેક વિષય માફક ન આવે. બધાંને સંભાળવા પડે નવાં નવાં વ્યાખ્યાતાઓ શોધવાના. ખૂબ જ મહેનત ઉઠાવવી પડે છે. જુઓ આ મહેતાને પૂછો. તમે કેટલા વાગ્યે ઊઠો છો ? આખો સ્ટાફ પરેશાન થાય છે. અઠવાડિયા માટે તેમની ક્રિયા પણ બદલવી પડે છે. બંધ કરાવશો તો તમારો ખૂબ આભાર માનીશ. બંધ કરવા માટે અમને કારણ મળી જશે. બોલો કયારથી બંધ કરાવો છો ? આજે અમારો પહેલો દિવસ છે.' એ ભાઈ એક શબ્દ પણ બોલી શક્યા નહિ. ગૂપચૂપે ચાલતી પકડી લીધી. રમણભાઈની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત તો અહીં બોલાચાલી થાત. “તમારાથી થાય તે કરી લેજો.” એ જ જવાબ આપે. આવા તો મેં ઘણા પ્રસંગો જોયા છે – સાંભળ્યા છે. સ્વ. રમણભાઈના આત્માને શાંતિ આપે તેવી ઈશ્વર પાસે પાર્થના.
ચાલતાં ચાલતાં થતી સંયમની વાતો હવે જોવા નહીં મળે કદિ તમારો પડછાયો મળું ના મળું વિચારોના વમળમાં રહી ગયું અને થઈ ગયું મોટું આંખોને રોવું પડયું મંઝિલ કાપતાં કાપતાં આગળ વધી ગયા ઉજાસને અંધારું બનાવી ચાલ્યા ગયા. તમારું મૃત્યુ ના... કદિ નહિ. કદિ નહિ.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org