________________
શ્રત ઉપાસક રમણભાઈ
૪૬ ૩
સાહેબના યાદગીરીના શબ્દો
D અશોક પલસમકર
સાહેબ સાથે મારી પ્રથમ ઓળખ તારીખ ૨૮-૦૨-૧૯૮૪ સાલમાં થઈ. હું શ્રી મુંબઈ જૈન યુવક સંઘમાં નોકરી માટે આવ્યો હતો ત્યારે.
સાહેબના પહેલી વખત ઘરમાં ગયા પછી મને ખુરશી પર બેસવાનું કહ્યું, જ્યારે હું ખુરશી ઉપર બેઠો ત્યારે આજુબાજુના પુસ્તકોના કબાટ જોઈને મારા મનમાં એમ લાગ્યું કે સાહેબ મોટા વિદ્વાન છે. પછી મને ખ્યાલ આવી ગયો કે સાહેબ લેખક છે. અને ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. પછી સાહેબ સાથે મારો સારો પરિચય થઈ ગયો. સાહેબનાં મનમાં ક્યારેક પણ અશોક એક નોકર છે એમ લાગ્યું નથી પણ આપણા પોતાના ઘરનાં સભ્ય છે એમ બધા માનતા હતા અને અત્યારે પણ એમ માને છે. - હું ક્યારેક પણ સાહેબના ઘરે જાઉં ત્યારે મને પહેલા સાહેબ બસ, એમ કહે. પછી શ્રી તારાબહેનને બોલાવીને અશોક માટે ચા મૂક એમ સાહેબ કહેતા હતા. આટલો બધો મારા માટે આખા ઘરના પરિવારને લાગણી હતી.
મારા ફેમિલી સાથે પણ સાહેબને સદ્ભાવ હતો. મારા પત્ની અને બાળકો આવ્યાં હતાં ત્યારે સાહેબનાં અમે ઘેર ગયાં હતાં. સાહેબને મરાઠી આવડતું હતું. સાહેબે મારા પત્ની, બાળકોના નામ પૂછી પછી સાહેબે છોકરાઓને આશીર્વાદ આપ્યા અને એમને ભેટ આપી. સાહેબને ત્રણ બાળકોએ કહ્યું સારી રીતે સાચી રીતે ભણશું અને પાસ થશે સારા માર્કસ મળશે એમ કહ્યું; પણ એક સાચી વાત એ છે કે ત્યાર પછી છોકરા સારા માર્કસ મેળવીને પાસ થાય છે. એક બાળક ૧૧મામાં છે. બીજો બાળક ૮માં છે અને ત્રીજો બાળક ૪થીમાં છે. પણ એ તો સાહેબનાં હાથના આશીર્વાદ. આ એક પ્રકારના શ્રી સરસ્વતીદેવીના હાથના આશીર્વાદ છે એમ મને લાગ્યા છે. એ એક મારા છોકરાઓ માટે ભગવાને મોકલાવેલા વરદાતા હતા. મારું સારું ભાગ્ય હતું
- કર્મચારી, મુંબઈ જૈન યુવક સંઘ
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org