________________
૪૪૪
મારા પ્રાતઃ સ્મરણીય કાકાજી
ઘ ભારતી મનીષ શાહ
ડૉ. રમણભાઈ શાહ પુણ્યશાળી હતા. આર્યદેશ, મનુષ્યયોનિ, નિરોગી શરીર, સંપૂર્ણ ઈન્દ્રિયો, ઊંચું મૂળ, જૈન ધર્મ, અને તેમાં પણ દેવ ગુરૂધર્મની શ્રધ્ધા પુણ્યના યોગે તેમને મળ્યા હતા. સમતાપૂર્વકનું આચરણ સાથે જ પૈસા, વિદ્યા, સદ્ગુદ્ધિ અને સમજણ પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય. તો આ બધું પુણ્ય એ આત્મા સાથે લઈને આવ્યો હતો અને રેવાબાની કુક્ષિમાં અવતર્યો હતો. એ પુણ્યશાળી આત્મા તે મારા કાકાજી રમણભાઈ ચીમનલાલ શાહ.
શ્રુત ઉપાસક રમણભાઈ
કારણ રમણકાકા આ સ્તરે પહોંચ્યા હતા કે તેઓના પૂર્વના અનેક ભવોની સાધના હતી. તેમ જ તેમનો પૂર્વનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપક્ષમ જબરદસ્ત હતો. તેમનું જીવનદળ ઊંચું હતું. તેઓ પુણ્યાનુંબંધી પુણ્ય લઈને આવ્યા હતા. તેઓ બહુશ્રુત વિદ્વાન, કુશળ વક્તા, ભાષા, સાહિત્ય, અને જૈનધર્મના ઊંડા અભ્યાસી હતા. ચિંતક હતા. તેમની વકૃત્વશૈલી, લેખનશૈલી પ્રશસ્ય હતી. ઉચ્ચ શિક્ષણ પામી તેઓ પ્રાધ્યાપક બની મુંબઈ યુનિર્વસિટીના ઉચ્ચ સ્થાને પહોંચ્યા હતા. તેઓનું જીવન પ્રવૃત્તિશીલ હતું. તેમનું લેખનકાર્ય જીવનપર્યંત ચાલુને ચાલુ હતું અને જૈન ધર્મનું વાંચન ગમે એટલે મને તેમણે લખેલાં બધાં પુસ્તકો
આપતા તેઓ સ્વભાવે આનંદી અને નિર્દોષ તેથી બાળક સાથે બાળક જેવા બની જતા. તેમનાં પૌત્રો/પોત્રીને હંમેશાં કંઈક નવું ને નવું શીખવાડતા, ઉચ્ચ સંસ્કાર રેડતા હતા. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપક્ષમ સાથે આદેય નામકર્મ, સૌભાગ્ય નામકર્મનો પણ ઉદય તેટલો જ હતો. તેમની પ્રશંસા મોટા મોટા આચાર્ય ભગવંતો પણ કરતા હતા. તેમને મળેલો મનુષ્યભવ તેમણે સફળ કર્યો હતો. એક શ્રાવક તરીકે તેમનું જ્ઞાન એક મોટા આચાર્ય જેટલું હતું. સતત જ્ઞાનમાં રત રહેવાથી તેમનો આત્મા ઉર્ધ્વગામી બન્યો. અંતમાં એટલું કહીશ કે ઊંચા જ્ઞાનના જે સંસ્કારો લઈને આવ્યા હતા તેને તેમણે જાળવ્યા અને તેમાં વધારો કરીને લઈ ગયા, અમારા કુટુંબનું તેઓ ગૌ૨વ હતા. તેમના જેવા વડીલ અમને મળ્યા તે અમારું સદ્ભાગ્ય છે. તેમના સરસ પ્રવૃત્તિમય જીવનથી બધાને પ્રેરણા મળે અને સૌ કોઈ તેમની જેમ દુર્લભ એવા મનુષ્યભવને સફળ બનાવે. આ પૃથ્વી ઉપરથી તેઓની વિદાય થઈ. તેઓ આપણી વચ્ચે રહ્યા નથી પણ તેમનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં પરમ શાંતિને પામે તેવી પ્રભુને પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org