________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૪૩
સભર રીતે રમણભાઈ સરને યાદ કરતા તે જોઇને થતું કે આ મિત્રોમાં જ્ઞાન પિપાસા જાગૃત કરી તે સંતોષવાની સરની પદ્ધતિ આગવી હતી.
રમણભાઈનો બીજો પરિચય તે પાસપોર્ટની પાંખેની લેખમાળા દ્વારા તેમણે રજૂ કરેલા વિશ્વ પ્રવાસના અનુભવો. ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ સાહિત્ય ઠીક ઠીક લખાયું છે અને દરેક પ્રવાસીએ પોતાની અનુભવ કથા લખી છે. કદાચ આની શરૂઆત ક્રાંતિકારી સમાજ સુધારક કરસન મૂળજીએ તેમના પુસ્તક ઇંગ્લેન્ડનાં પ્રવાસ'માં કરી. પછી ઘણું પ્રવાસ સાહિત્ય લખાતું રહે છે. પણ રમણભાઈના પાસપોર્ટની પાંખેના ત્રણ ભાગ જુદી જ ભાત પાડતાં પુસ્તક બન્યાં છે તેથી જ વાચકો અને સંપાદકના આગ્રહથી તેમણે આ શ્રેણી લખવી પડી હતી. રમણભાઈ સર માટે કહેવું હોય તો તેઓ જ્ઞાનની પાંખે ઉડનારા વિહંગ હતા જે અમારા જેવા અનેક નવા શીખાઉ જ્ઞાન ગગનના પંખીઓને દોરી જતા.
मुहत्तदुक्खा हु हवंति कंटया अओमया ते वि तओ सुउद्धरा । वायादुरुत्ताणि दुरुद्धराणि वेराणुबंधीणि महब्भयाणि ।।
(સર્વાનિ. 9 (3) - 7) When a sharp iron nail pricks the body, it can be easily removed; the pain does not last for a long time; but when a sharp nail in the from of hurtful words pricks, it cannot be easily removed; it creates enmity and generates fear.
लोहे का कांटा अल्प काल तक दु:ख-दायी होता है और वह शरीर से सहजतया निकाला जा सकता है । लेकिन दुर्वचनरूपी कांटा सहजतया नहीं निकाला जा सकता । वह वैर की परंपरा को बढ़ाता है और महाभयानक होता है । લોખંડનો કાંટો બે ઘડી દુઃખ આપે છે અને તે શરીરમાંથી સહેલાઈથી કાઢી શકાય છે, પરંતુ કઠોર વાણીરૂપી કાંટો સહેલાઈથી કાઢી શકાતો નથી. તે વેરની પરંપરા વધારે છે અને મહાભયાનક હોય છે.
D રમણલાલ ચી. શાહ ( જિન-વચન'માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org