________________
૪૪૨
જ્ઞાનની પાંખે ઊડનારા વિહંગ
ઈ કિશોર સી. પારેખ
જીવનને સાધના કહેનારા એ સ્પષ્ટતા નથી કરતા કે દરેક મનુષ્ય શેની સાધના કરે છે. કોઈ સંપત્તિ માટે પુરુષાર્થ કરે છે તો કોઈ કીર્તિ માટે પ્રયત્નો કરે છે. પુણ્યશાળી જીવો આત્માના ઉદ્ધાર માટે મથે છે તો ઘણાંને લોક કલ્યાણમાં જ આત્માનો ઉદ્ધાર દેખાય છે. સૌની સમજ, અલગ, સૌનો ઉછે૨ અલગ અને તે પ્રમાણેનું જીવન. પણ સાધના માટેનું પ્રથમ સોપાન તો જ્ઞાન જ. પછી ક્યારેક એવું પણ બને છે કે જ્ઞાન સંચયમાં જ જીવનની ઇતિશ્રી આવી જાય છે. આપણા ગુરૂઓ પોતાના જ્ઞાનની સાધના કરતાં કરતાં પોતાના શિષ્યગણને પણ મોક્ષમાર્ગની કેડી દેખાડતા જાય છે.
શ્રુત ઉપાસક રમણભાઈ
રમણભાઈ સ૨નો મારો પરિચય મારા એમ.એ.ના અભ્યાસ દરમ્યાન થયો. ત્યારે એમ.એ.ના વિદ્યાર્થીઓએ જુદી જુદી કૉલેજમાં જ્યાં પ્રોફેસર જોડાયેલા હોય ત્યાં જવું પડતું. એટલે સેંટ ઝેવિયર્સ કૉલેજમાં તેમના વર્ગમાં જવાનું થતું. કસરતબાજને હોય તેવું કસાયેલું શરીર, ઉપર હસમુખું વદન અને ચમકતી આંખો ચશ્મા પાછળથી તમને માપી લે. બીજા કેટલાંક પ્રોફેસરોની સરખામણીમાં સ૨ના વર્ગોમાં રસ પડતો. તેઓ નોટ્સ પણ આપતા. પણ તેથીયે વિશેષ વર્ગની બહા૨ જીજ્ઞાસુ વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા સદા તત્પર રહેતા. મેં એમ.એ. કરી લીધું પછી મને જ્યારે મળ્યા ત્યારે તેમણે સૂચવ્યું, ‘કિશો૨, તમે પીએચ.ડી. કેમ નથી કરતા ?’ મારા કૌટુંબિક સંજોગો એવા હતા કે વિકલાંગ દીકરીને કારણે ત્યારે પીએચ.ડી. કરવું મુશ્કેલ લાગેલું. મેં આ સ્પષ્ટતા કરી ત્યારે કોઈ જ વિશેષ આગ્રહ વગર એ વાત પડતી મૂકી, મારી મર્યાદાને સમજીને તેમણે પછી કદી સૂચન ન કર્યું પણ જ્યારે મળે ત્યારે હું શું વાંચું છું, શું લખું છું તેમાં રસ લેતા. એક વખત તેમના પ્રસિદ્ધ થયેલા બે પુસ્તકો જૈન યુવક સંઘ (પ્રાર્થના સમાજ) માંથી લઈ આવી તે ઉ૫૨ લખવા પણ સૂચવ્યું હતું.
મારા એકેડેમિક મિત્રો ડૉ. ધનવંતભાઈ શાહ અને ડૉ. કલા શાહ તેમના વિશેષ પરિચયમાં રહ્યા. તે રીતે જ એડવોકેટ સ્વ. નેમચંદ ગાલા અને ગોવિંદજી લોડાયા જૈન સાહિત્ય સમારોહ સંદર્ભમાં તેમના વધુ નજીક હતા. તેમાં પણ નેમચંદભાઈ જે લાગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org