________________
શ્રત ઉપાસક રમણભાઈ
૪૪૧
આપ્યું શરૂઆતથી અંત સુધી, વિષયની પસંદગીથી માંડીને જે માર્ગદર્શન આપ્યું તે યાદગાર બની રહેશે. આ રીતે તેઓ સ્વતંત્ર ચિંતન અને મૂલ્યાંકન કરવા વિદ્વાનોને પ્રેરતા. અને એક આપ્તજનની જેમ તેમના વ્યક્તિત્વનાં અને વિદ્વતાનો પરિચય થયો. અને મારી પાસે કેટલા વિદ્યાર્થીઓ કયા વિષય પર પીએચ.ડી. કરી રહ્યા છે તેની નોંધ લેતા. તેમના કહેવા પ્રમાણે ભારતની યુનિવર્સિટીઓમાં જેન ૨૨ ઓછી છે. તત્ત્વજ્ઞાન અને જૈન દર્શન વિષે તેમની સાથે વાતો કરવા મળી એ સદ્ભાગ્ય છે. જેન સાહિત્યના વારસાને વ્યવસ્થિત અને પ્રકાશિત કરી અભ્યાસીઓને પ્રોત્સાહિત કરવાનો તેમનો પ્રયાસ સફળ રહ્યો. “પાસપોર્ટની પાંખે લેખમાળા” “નવનીત'માં પ્રકાશિત થતી અને એ વિષે હું તેમની સાથે ચર્ચા કરતી ત્યારે ઘણું જાણવાનું મળતું.
આવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર, ધર્માનુરાગી, બહુમુખી પ્રતિભા ધરાવનાર એન.સી.સી.ના ઓફિસર, તત્ત્વચિંતક, સરસ્વતી પુત્ર-ક્યારે પણ ભૂલાશે નહીં. છેલ્લે હમણાં જ્યારે બે મહિના પહેલા તેમને મળવા ગઈ તેમના મુલુંડના નિવાસસ્થાને ત્યારે પણ તેમણે “જ્ઞાનસાર'નો તેમણે કરેલ અનુવાદ અને બીજું એક પુસ્તક યાદ કરીને આપ્યું-ઘર બદલ્યું ત્યારે નવું સરનામું યાદ કરીને મોકલ્યું-અને જ્યારે કોઈ સમારંભ માટે તેમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવા સંપર્ક કર્યો ત્યારે જાણ્યું કે તબિયત સારી નથી. ત્યારે પણ તેમની ખોટ અનુભવી.
આવા સરળ વ્યક્તિત્વ માટે પ્રખ્યાત પંક્તિ યાદ આવે છેઃ છાયા તો વડલા જેવી ભાવ તો નદના સમ દેવોના ધામ જેવું હેડું જાણે હિમાલય ! His life was gentle and the elements so mixed in him That nature might stand up And say to the whole world. This was a man'
આજે ડૉ. રમણભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેમના પ્રત્યે બહુમાનની અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિના કર્તા તરીકે તેઓ હંમેશા યાદ રહેશે.
એ પુનિત સ્મૃતિ કદી ના ભૂલાશે. એમને મારી ભાવભરી અંજલિ. * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org