________________
૪૪૦
શ્રુત ઉપાસક રમણભાઈ
મારી યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થિનીની થિસિસના પરીક્ષક તરીકે તેમની નિમણૂંક થઈ અને તે સમયે તેમના વ્યક્તિત્વનો પરિચય થયો તે અવિસ્મરણીય દિવસ અને તેમનું અવિસ્મરણિય વ્યક્તિત્વ કદી ભૂલી નહીં શકાય. પ્રિન્સિપાલ ડૉ. ધનવંતીબેન મોદી જે મારા પીએચ.ડી.ના વિદ્યાર્થિની હતાં તેમના શબ્દોમાં કહીએ તો ‘મુંબઈ યુનિવર્સિટીમાં મારો પીએચ.ડી. નો મહાનિબંધ લખીને આપ્યા બાદ લાંબી પ્રતીક્ષા પછી આવ્યો. ૩-૧૨-૨૦૦૦ નો `Viva-Voce' નો રોમાંચક દિવસ. એક બાજુ હર્ષ અને બીજી બાજુ થોડો ફફડાટ. ડૉ. રમણભાઈ શાહ પરીક્ષક તરીકે આવવાના હતા. તેમને દૂરથી કોઈવાર સાંભળ્યા હતા, તેમની વિદ્વતાનો થોડો પરિચય ખરો પણ આટલા નજીકથી પહેલી જ વાર મળવાનું થાય અને તે વિદ્યાર્થિની અને પરીક્ષકના સંબંધથી. બોમ્બે યુનિ.ના અભિમન્યુના કોઠા જેવા અનેક ખંડો વટાવી એક કર્મચારી મને અંદર લઈ ગયો. મારા માર્ગદર્શિકા ડૉ. કોકિલાબેન અને બીજા ડૉ. આર. સી. શાહ પરીક્ષકની ખુરશીએ અને સામે પરીક્ષાર્થી તરીકે હું બેઠી. શરૂઆતમાં મારા મહાનિબંધ વિષે, મુનિ ધર્મસિંહજીના ગુણો વ્યક્તિત્વ અને સાહિત્ય વિષે, થોડા પ્રશ્નો તેમણે પૂછ્યા. -કેટલા કઠોર પરિશ્રમ પછી ડૉ. કોકિલાબેનના માર્ગદર્શન હેઠળ એ થિસિસ તૈયાર થયો હતો. –એટલે જવાબ આપવામાં કોઈ મુશ્કેલી ન પડી. ભય, શંકા બધું ગાયબ ! રમણભાઈના વ્યક્તિત્વના વાઇબ્રેશનમાંથી એક પ્રોફેસર, પરીક્ષક તરીકે તેમને ઓળખ્યા પણ તેમાં સરળતા જોવા મળી. પ્રશ્નોની પરંપરા તો ચાલી. પ...ણ પછી રમણભાઈએ એટલી આત્મીયતાથી, મારા લખાણ માટે આનંદ પ્રગટ કર્યો. થોડા સમય પછી કોસબાડના જૈન સાહિત્ય સમારોહમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું. પછી તો લોકાશાહ, લોકાગચ્છ વગેરે કેટલીય વાતો કરી. ખરેખર તેમને મળીને લાગ્યું કે તેઓ વિશેષણના નહીં પણ ક્રિયાપદના માનવી છે. એટલે એ અર્થમાં તેઓ કર્મયોગી છે.
આમ તેઓ પરીક્ષક તરીકે આવ્યા હતા પણ પરીક્ષાનો ભાર વિદ્યાર્થી ૫૨ લાદવાને બદલે તેમના મિત્ર, માર્ગદર્શક બની ખુલ્લા દિલે ચર્ચા કરી–આ મેળાપ દરમ્યાન તેમના નિત્યકર્મ અને ધર્મ વિષે ચર્ચા કરતાં ખૂબ આનંદ થયો. ખૂબ જ નિયમિત શિસ્તભર્યું તેમનું જીવન હતું-ખરેખર તેઓ એક મુઠી ઊંચેરા માનવી હતા. વ્યસ્ત જીવનમાં પણ સામાયિકની શાંતિ અનુભવનાર તેમનું જીવન પ્રેરક છે. બીજો એક પ્રસંગ યાદ આવે છે. મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે વ્યાખ્યાનમાળામાં તેઓ મને આમંત્રણ આપવા માગતા હતા—જેમાં પ્રકાંડ મહાનુભવો વ્યાખ્યાન આપતા. તેમણે મને આમંત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org