________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૩૯
પરમ પૂજ્ય ડૉ. શ્રી રમણભાઈ
| | પ્રા. ડૉ. કોકિલા હેમચંદ શાહ મુંબઈ જેન યુવક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અસાધારણ વિદ્વાન, “પ્રબુદ્ધ જીવનના તંત્રી, સગત પ્રાધ્યાપક ડૉ. શ્રી રમણલાલ ચી. શાહ સાથેનો મારો પરિચય લગભગ સાડા ત્રણ દાયકાનો. એ ગુજરાતીના પ્રાધ્યાપક અને હું ફિલોસોફીની પ્રાધ્યાપક એ રીતે એમની સાથે ચર્ચા-વિચારણા કરવાનો સવિશેષ મોકો મળતો રહ્યો. તેમનું વિરાટ અને ભવ્ય વ્યક્તિત્વ સહુને આકર્ષિત કરવા સમર્થ હતું. સૌમ્ય, સ્મિતસભર પ્રભાવશાળી ચહેરો જ્યારે જ્યારે એમના સહવાસમાં આવતા ત્યારે સદા પ્રેરણાદાયી રહ્યા. તેઓશ્રીની મુલાકાત દરમ્યાન અંગત રીતે એમની સરળતા, આત્મીયતા અને સભાવ સ્પર્શી જાય છે. તેઓશ્રીની શિક્ષણ, સાહિત્ય અને જૈન દર્શન પ્રત્યેની સેવાઓ અનન્ય છે. જેના દર્શન અને સાહિત્યના વિવિધ ક્ષેત્રોનું એમણે કરેલું ખેડાણ કોઈ પણ એક વ્યક્તિ ધારે તો શું શું સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે તેનું એક જવલંત ઉદાહરણ છે.
હકીકતમાં, જેનજગતમાં જે જાગરૂકતા જોવા મળે છે તેનું શ્રેય કદાચ તેમને ફાળે છે. જૈન સાહિત્ય સમારોહમાં વારંવાર તેમને મળવાનું થતું ત્યારે વાતો કરવાનો તો અવસર પ્રાપ્ત થતો જ પણ સાથે સાથે જ્ઞાનની ઉપાસના અને સંશોધન લેખો પણ તૈયાર થતાં ગયાં. તેઓ કહેતા કે આ નિમિત્તે જૈન સાહિત્યમાં રસ લેતા વિદ્વાનો અવારનવાર મળે, પરસ્પર ચર્ચા-વિચારણા કરે અને ધર્મ તથા તત્ત્વદર્શનની પ્રવૃત્તિને વેગ પ્રાપ્ત થાય. જેન સાહિત્ય સમારોહ જેવી કોઈ પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ એવો વિચાર વહેતો કરી તેમણે અમલમાં મૂક્યાં અને સફળ સંચાલન કર્યું. અલબત્ત એ બધામાં તેમને તારાબેન શાહનો તો સાથ રહ્યો જ. Behind every great man, there is a woman' સાહિત્ય સમારોહની બેઠકો શુષ્ક નહીં રહેતા હંમેશ રસપ્રદ રહેતી જેની નોંધ તેમની સાથે વાત કરતા હમણાં છેલ્લે તેમના મુલુંડના નિવાસસ્થાને હું મળવા ગઈ ત્યારે પણ લીધી.
એમના સહવાસ દરમ્યાન થયેલ ઘણી ઘટનાઓ સ્મૃતિપટમાં છે. તેમાંથી બે સ્મરણો રજૂ કરીશ.
મુંબઈ યુનિવર્સિટીએ મારી પીએચ.ડી.ના ગાઈડ તરીકે નિમણુંક કરી ત્યારે તેમણે મને અભિનંદન તો આપ્યા જ પણ પ્રોત્સાહન આપી મારામાં આત્મવિશ્વાસ જગાવ્યો. શ્રદ્ધા વ્યક્ત કરી અને આશીર્વાદ આપ્યા. જૈન સાહિત્યમાં સંશોધન કરી શકાય એટલી અઢળક સામગ્રી છે એમ કહી માર્ગદર્શન આપ્યું. યોગાનુયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org