________________
શુત ઉપાસક રમણભાઈ
પ ૨૭
પુસ્તકોની યાદી પ્રસ્તુત કરવી અહીં શક્ય નથી. આમાંના કેટલાંક પુસ્તકોના પ્રકાશન કરવાનો યશ એઓશ્રીએ આ સંઘને આપ્યો, સંઘ એનાથી યશસ્વી બન્યું છે, સંઘનું આ સભાગ્ય !
પોતાના આ વિપુલ સર્જનના કોપીરાઇટના હક્કનું પોતે જ વિસર્જન કરી ગુજરાતી અને સમગ્ર સાહિત્ય ક્ષેત્રે એક વિરલ દૃષ્ટાંત સર્યું છે. આવા અમૂલ્ય ત્યાગ માટે સમગ્ર સાહિત્યજગત સદાનું એઓશ્રીનું ઋણી રહેશે.
ઉચ્ચ શિક્ષણ પામી એઓશ્રી પ્રાધ્યાપકથી મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચસ્થાને પહોંચી અનેક વિદ્વાનો અને પૂ. સાધ્વીશ્રીઓના પીએચ.ડી. માટે માર્ગદર્શક બન્યા હતા.
એઓશ્રીના સર્જનમાં ઊંડો મર્મ અને ઊંચું તત્ત્વ છે. સત્ય શોધનની અભિલાષા અને સત્ય પામ્યાની અનુભૂતિની અનુભૂતિ ભાવકને થાય એવી સરલ એઓશ્રીની ભાષા હતી. શબ્દ, અર્થ અને ધ્વનિની સુંદરતા અને ભવ્યતાનો ગુંજારવ એઓશ્રીના સાહિત્યમાંથી રણકે છે.
પોતાના સ્વપુરૂષાર્થે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ડૉ. રમણભાઇના જીવન અને સર્જનમાં એકરૂપતા હતી. આવી ઋષિતુલ્ય વ્યક્તિ ભાગ્યે જ જન્મે છે.
સંઘ પ્રત્યેની એઓશ્રીની આવી અનેક ક્ષેત્રે દીર્ધ સેવાનું ઋણ તો ચૂકવવું અશક્ય જ છે.
પરંતુ અમારા આત્મસંતોષ અર્થે નક્કી કર્યું છે કે “પ્રબુદ્ધ જીવન'નો નવમ્બરનો અંક એઓશ્રી પ્રત્યે શ્રદ્ધાંજલિ' અંક તરીકે અને ડિસેમ્બરનો અંક “સ્મરણાંજલિ' રૂપે પ્રગટ થાય. જેમાં એઓશ્રી સાથે સંપર્કમાં આવેલા મહાનુભાવો પોતાના સ્મરણો પ્રસ્તુત કરશે કે જે ભાવિ પેઢીને માર્ગદર્શક અને પ્રેરક બનશે.
ઉપરાંત એઓશ્રીના વિપુલ સાહિત્યનો સંચય કરી પાંચ ગ્રંથો “ડૉ. રમણલાલ શાહ સાહિત્ય સૌરભ' શીર્ષકથી પ્રકાશિત થશે, તેમ જ આજ સુધી વિવિધ વિષયો ઉપર ડૉ. રમણભાઇએ પર્યુષણ વ્યાખ્યાનમાળા તેમ જ અન્ય સ્થળે પ્રવચનો આપ્યા છે એ સર્વે વ્યાખ્યાનોની સી.ડી.નું પણ નિર્માણ થશે.
આવા મહાન આત્માને આજે અંતરની શ્રદ્ધાંજલિ અર્પ, એઓ સાથેના સહવાસ અને કાર્ય દરમિયાન અમારા કોઈ થકી એઓશ્રીને ક્યાંય પણ દુઃખ પહોંચાડવું હોય તો એ આત્માની અમે અંતરથી ક્ષમા માગીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org