________________
૨૮
શ્રત ઉપાસક રમણભાઈ
આઝાદીની લડત (કિશોરવયનાં સ્મરણો)
રમણલાલ ચી. શાહ
ઈ. સ. ૧૯૪૦ થી ૧૯૪૭ સુધીના શાળા-કોલેજના વિદ્યાર્થી તરીકેના મારા દિવસો દેશની આઝાદી માટેની લડતના રંગથી રંગાયેલા હતા. અમે મુંબઈમાં ખેતવાડીમાં એક ચાલીમાં નાની ઓરડીમાં રહેતા. હું બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં અને પછીથી ઝેવિયર્સ કૉલેજમાં ભણતો હતો.
કિશોરાવસ્થાની શરૂઆતમાં જ દેશની આઝાદી માટેની ચળવળના વાતાવરણની અસર અમે કેટલાક વિદ્યાર્થીમિત્રો અનુભવવા લાગ્યા હતા. બારેક વર્ષની ઉંમરે આ વાતાવરણમાંથી સમજણ પડવા લાગી હતી કે આપણે સૌ અંગ્રેજોના ગુલામ છીએ. આપણા ઉપર અંગ્રેજોનું રાજ્ય ચાલે છે. એને લીધે લોકોને ઘણો અન્યાય થાય છે. સરકાર વિરુદ્ધ જાહેરમાં કંઈ બોલી કે લખી શકાય નહિ. આપણા લોકોનો વિકાસ રૂંધાય છે. ગોરી ચામડીવાળા લોકો આપણા ઉપર રાજ્ય કરીને આપણામાં લઘુતાગ્રંથિ જન્માવે છે. ગોરા અમલદારો, ગવર્નરો, વાઈસરોયો થોડો સમય ભારતમાં નોકરી કરી આખી જિંદગી ભારતનું પેન્શન ખાય છે, અને એથી દેશનું ભારે શોષણ થાય છે. ભારતનાં ધાર્મિક સ્થળો અને રાજમહેલોમાંથી અનેક કિંમતી વસ્તુઓ ગોરા અમલદારો મફત ઉપાડી જાય છે. ભારતની પ્રજા ગરીબ રહ્યા કરે એવી નીતિ બ્રિટિશ સરકારે અપનાવી છે કે જેથી ગરીબ પ્રજા માથું ન ઊંચકે અને ઊંચકે તો એને જલદી કચડી શકાય. આવી આવી વાતો અમારા કિશોરવયના કાને અથડાતી. અમે તો રમતિયાળ છોકરાઓ હતા. સાંજ પડે અને ચાલીની કોઈ ઓરડીમાં આસપાસના પડોશીઓ ભેગા થાય અને નવાજૂનીની ચર્ચા કરે તેમાં અમે પણ મૂક પ્રેક્ષકશ્રોતા તરીકે હાજર રહેતા અને મુગ્ધ ભાવે બધી વાત સાંભળતા. અમારા જ મકાનમાંથી એક પાડોશી વડીલને મધરાતે પોલીસ આવી પકડી ગઈ ત્યારે પિતાજીએ સમજાવેલું કે એ વડીલે પોતે સત્યાગ્રહ કરવાના છે એવી સરકારને નોટિસ આપી હતી એટલે તેઓ સવારે સત્યાગ્રહ કરે તે પહેલાં પોલીસ ધરપકડનું વોરંટ લાવીને એમને પકડી ગઈ હતી.
આસપાસ બનતી ઘટનાઓને લીધે અમારામાં પણ કંઈક જાગૃતિ આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org