________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૯
જતી હતી. અમારા મોટાભાઈ સ્વ. વીરચંદભાઈ ચળવળને લગતું, સરકારની દૃષ્ટિએ વાંધાનજક એવું ઘણું સાહિત્ય ઘરે છાનાંમાનાં લઈ આવતા અને અમે તે વાંચતા. પછીથી તો અમે એમાં વધારે સક્રિય બનવા લાગ્યા હતા. શાળાના સમય પછી ફાજલ સમયમાં અમે સવારસાંજ નિયમિત રેંટિયો કાંતતા હતા અને કાંતણવર્ગ ચલાવતા. હાથે કાંતેલી આંટીના બદલામાં મળતી ખાદી પહેરતા. સાંજના સમયે ગુપ્ત પત્રિકાઓ વહેંચવાનું કામ અમે ચાલુ કર્યું હતું. કોઈ એક ભાઈ અમારી ચાલીમાં બહારના ભાગમાં આવેલા શૌચાલયની બારીમાં સો-બસો પત્રિકાઓ મૂકી જાય. એ પછી તેમાંથી થોડી થોડી પત્રિકાઓ અડધી ચડ્ડીના ખિસ્સામાં ભરાવીને આસપાસનાં નક્કી કરેલાં ઘરોમાં અમે પહોંચાડી આવતા. સાંજના છ વાગ્યાથી રાતના નવ-દસ વાગ્યા સુધી આ કામ ચૂપચાપ ચાલતું. અમારા મકાનમાં પત્રિકાઓ આવે છે અને બહાર વહેંચણી થાય છે એવો વહેમ પોલીસને આવી ગયેલો અને સી.આઈ.ડી.ના માણસો મકાનમાં વારંવાર આંટો મારી જતા; પણ પત્રિકાઓ કોઈના ઘ૨માં રખાતી નહિ અને શૌચાલયમાં આવ્યા પછી એવી ઝડપથી એ કામ થતું કે કોઈ પકડાતું નહિ. આવી ગુપ્ત રીતે ઘરે ઘરે પત્રિકાઓ પહોંચાડવાના કાર્યમાં બાર-ચોદ વર્ષની ઉંમરે રોમાંચક હર્ષ, હિંમત અને ગૌરવ અમે અનુભવતા.
અમે શાળામાં અભ્યાસ કરતા પરંતુ પાઠ્યપુસ્તકો વાંચવા કરતાં, રાષ્ટ્રીય સાહિત્ય વાંચવાનો નાદ વધુ લાગ્યો હતો. શાળામાં વારંવાર હડતાલો પડતી ત્યારે આખો દિવસ ફાજલ પડેલા સમયમાં અમે ગાંધીજી, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર, સરદાર પટેલ, નહેરુ, ઝવેરચંદ મેઘાણી વગેરેનું સાહિત્ય, ‘હિરજન’, ‘હિરજનબંધુ' વગેરે સામયિકો તથા ‘જન્મભૂમિ’, ‘વંદે માતરમ્’ વગેરે દૈનિકો વાંચતા. ‘વંદે માતરમ્’, ‘ઝંડા ઊંચા રહે હમારા’, ‘એ શિર જાવે તો જાવે', ‘છેલ્લો કટોરો ઝેરનો' વગેરે કેટલાંયે રાષ્ટ્રીય ભાવનાનાં ગીતો કંઠસ્થ કરી લીધાં હતાં. (‘વંદે માતરતમ્’ ત્યારે રાષ્ટ્રગીત તરીકે ‘જનગણમન’ કરતાં ઘણું વધુ પ્રચલિત હતું.) જવાહરલાલે ‘જનગણમન'ને રાષ્ટ્રગીત તરીકે પસંદ કર્યું તેમાં ‘વંદે માતરમ્'ને અન્યાય થયો છે એવું અમને લાગેલું. ટાગોરના મોટા નામથી દોરવાઈને, ‘જનગણમન'માં કાપકૂપ કરીને ‘ભારત ભાગ્યવિધાતા’ના છેલ્લા ચરણને પડતું મૂકીને ‘સિંધ’ શબ્દવાળી પંક્તિ સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org