________________
શ્રુત ઉપાસક રમણભાઈ
ચારેક વર્ષની ઉંમરે એક દિવસ સાંજે ઘરમાં હું અચાનક વેદનાની ભયંકર ચીસો પાડવા લાગ્યો. ફાનસના અજવાળે બાએ જોયું તો ત્યાં વીંછી હતો. સાપ ડંખ મારીને ભાગી જાય. વીંછી એટલામાં જ ફરતો રહે. ઊંચી પૂંછડીને કારણે પકડવાનું પણ સહેલું. તરત પિતાજીએ ચીપીયાથી વીંછી પકડીને તપેલીમાં મૂકી દીધો. તપેલીમાં વીંછી આંટા માર્યા કરે, પણ બહાર નીકળી ન શકે. તપેલી ઢાંકીને પિતાજી વીંછીને દૂર વગડામાં નાખી આવ્યા. હું ચીસો પાડતો સૂઈ રહ્યો. અમથીબાને મંત્ર ભણી વીંછી ઉતારતાં આવડે. એમના મંત્રથી મને થોડી રાહત થઈ, પણ દર્દ ચાલુ હતું. એવામાં બાને વિચાર સૂઝ્યો. તેઓ ઉપાશ્રયે ગયાં. સાધુ મહારાજને વિનંતી કરી એટલે મહારાજ કામળી ઓઢીને ઘરે આવ્યા. જ્યાં મને દર્દ થતું હતું ત્યાં હાથ મૂકીને મંત્ર ભણ્યા. પછી એમણે મને કહ્યું, ‘તું ઊંઘ આવે ત્યાં સુધી ‘વીતરાગ નમો જિણાણું' બોલ્યા કરજે. તને જરૂર મટી જશે.’ પથારીમાં સૂતાં સૂતાં મેં રટણ ચાલુ કર્યું. બા મને પંપાળતી રહી અને કહેતી રહી કે ‘હમણાં મટી જશે.’ એમ કરતાં થોડીવા૨માં જ હું ઊંઘી ગયો. સવાર પડતાં તો કંઈ થયું જ ન હોય એમ લાગ્યું.
બીજી એક વખત પણ મને વીંછી કરડ્યો હતો. આ વખતે મોટો વીંછી નહિ પણ વીંછીનું બચ્ચું હતું. સવારે નાહીને મેં સ્કૂલે જવા માટે વળગણી પરથી ખમીશ ઉતાર્યું. પહેરવા જતાં બાંયમાં રહેલા વીંછીએ હાથ ૫૨ ડંખ માર્યો. મેં ચીસાચીસ ચાલુ કરી. બાએ ધમકાવ્યો, ‘કેમ આટલી બધી બૂમાબૂમ કરે છે ?' ત્યાં તો બાએ ખમીશ ઝાપટ્લે તો નીચે વીંછી પડ્યો. ઘરમાં એક જણ વીંછી પકડવા રોકાયું. પિતાજી બહારગામ હતા. એટલે બા મને અમારા એક વડીલ નાથાકાકાને ત્યાં લઈ ગયાં. નાથાકાકા મને ઊંચકીને બજારમાં લઈ ગયા. બાથી (સ્ત્રીઓથી) બજારમાં જવાય નહિ, કાકા મને એક મોટરવાળા પાસે લઈ ગયા અને વીંછી કરડ્યાની વાત કરી. એણે મોટરનું બોનેટ ખોલી બેટરીના બે વાય૨ મારા બે હાથમાં પકડાવ્યા અને કહ્યું બિલકુલ સહન ન થાય ત્યારે જ હાથ છોડી દેજે. ત્રણ ચાર વખત કરીશું.' મોટરનું એન્જિન ચાલુ કરતાં મને હાથે ધડ ધડ થવા લાગ્યું. (હળવો શોક લાગવા માંડ્યો). સહન થતું નહોતું છતાં હિંમત રાખી. ચાર વખત એમ કર્યું અને કહ્યું, ‘જા મટી ગયું છે. હવે રડતો નહિ.’ મારી પીડા ચાલી ગઈ. ઘરે આવીને કપડાં પહેરીને હું સ્કૂલે ગયો.
વીંછી કરડવાના બનાવો ત્યારે ગામડાંઓમાં વારંવાર થતા. એ મટાડવા
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org