________________
૩૧ ૨
ક્ષત ઉપાસક રમણભાઈ
થતો નથી અને મોક્ષ તરફ પ્રયાણ થાય છે. આ બાબતમાં આત્મવાદી બધી પરંપરાઓ એકમત છે.
ચારિત્રવિદ્યામાં આત્માને કર્મબંધથી મુક્ત કરવો એ જ ઉદ્દેશ છે. કર્મ અને આત્માનો સંબંધ અનાદિ છે. કારણકે એ સંબંધની પહેલી ક્ષણ જ્ઞાનની સીમાની બહાર છે. પણ આત્માની સાથે કર્મ, અવિદ્યા કે માયાનો સંબંધ પ્રવાહરૂપે અનાદિ છે. વ્યક્તિરૂપે એ સાદી છે, કારણ બધા કર્મ છૂટી ગયા પછી આભાનું શુદ્ધ સ્વરૂપ જે પ્રકટ થાય છે તેનો ખુલાસો તત્ત્વચિંતકોએ એ રીતે આપ્યો છે કે આત્મા સ્વભાવે શુદ્ધનો પક્ષપાતી છે, શુદ્ધિ દ્વારા ચેતના વગેરે સ્વાભાવિક ગુણોનો પૂર્ણ વિકાસ થાય પછી અજ્ઞાન, રાગદ્વેષ વ. મૂળથી જ નષ્ટ થાય. ચારિત્રનું કામ વર્તમાન જીવનમાં આવતી મુશ્કેલીઓને સામ્ય વિચાર-આચારથી દૂર કરવાં, તેને જૈન પરંપરા “સંવર' કહે છે.
લોકવિદ્યામાં લોકના સ્વરૂપ વિષે વાત કરી છે. જીવ-ચેતન અને અજીવઅચેતન, આ બન્નેનો સહકાર તે લોક. ચેતન-અચેતન તત્વોને જાણવાનો સરળ રસ્તો એ સ્વભાવથી જુદાં જુદાં પરિણામો પામતા રહે છે. સંસારકાળમાં ચેતન પર જડ પરમાણું જ વધુ પ્રભાવ પાડે છે. તે જુદા જુદા રૂપે ચેતનની સાથે મળે છે અને શક્તિઓને મર્યાદિત કરે છે. દા.ત.: આહાર સંજ્ઞા પણ જ્યારે ચેતનની શક્તિઓ જે સાહજિક અને માલિક છે. તેને ક્યારેક દિશા મળે કે એ જડને મુક્ત કરી દે છે. આમ જડ અને ચેતનના પારસ્પરિક પ્રભાવનું ક્ષેત્ર જ લોક છે. એ પ્રભાવથી મુક્ત થવું તે જ લોકાંત છે. લોક વિષયક કલ્પના સાંખ્ય-યોગ, પુરાણ અને બૌદ્ધ વગેરે પરંપરાઓની કલ્પના સાથે અનેક રીતે મળતી છે.
આમ જૈનમત અને ઈશ્વર, મુતવિદ્યા અને પ્રમાણવિદ્યાની વાતો કરતા કરતા અમારું પહોંચવાનું સ્થળ ક્યારે આવી ગયું તેની ખબર જ ન પડી.
જૈન સાહિત્ય સમારોહ” વિદ્વત્તાભર્યા આનંદ-ઉલ્લાસના રહ્યા છે. તેમ આ ટૂંકમાં આપેલું વર્ણન પણ તેથીય વિદ્વત્તાભર્યા આનંદનું છે. તેર સમારોહની ઘણી વાતો છોડી છે. એક જ વાતને ટૂંકમાં વર્ણવી છે. આશા છે કે એ ત્રુટિ સંતવ્ય ગણાશે.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org