________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩ ૧૧
પોષક સમસ્ત આચાર વિચારને “બ્રહ્મચર્ય-બ્રભચેરાઈ' નામ આપી અપનાવ્યું છે. વિચારમાં સામ્યદષ્ટિ ભાવનાને મુખ્ય ગણી છે. એમાંથી જ અનેકાંતદષ્ટિ કે વિભાજ્યવાદનો જન્મ થયો હોય તેમ જણાય છે. જો સામ્યનો અનુભવ જીવનમાં આવી રીતે અપનાવીએ કે, “જેમ આપણે આપણા દુઃખનો અનુભવ કરીએ છીએ, એવી જ રીતે આપણે બીજાના દુઃખનો અનુભવ કરીએ, તો જ અહિંસા સિદ્ધ થાય.” આત્મસમાનતાના તાત્ત્વિક વિચારમાંથી અહિંસાના આચરણનું સમર્થન કરવામાં આવ્યું છે. તેમાંથી જ આધ્યાત્મિક વિચાર એ ઉદ્ભવ્યો કે એકના જીવનમાં (જીવમાં) શારીરિક, માનસિક વગેરે કેટલા પણ દુઃખો આવે એ બધાં કર્મજન્ય છે, વાસ્તવિક નથી. શુદ્રમાં શુદ્ર વનસ્પતિ જીવ પણ મનુષ્યની જેમ ક્યારેક બંધનમુક્ત થઈ શકે છે. આમ ઊંચ-નીચ ગતિ કે યોનિના તેમ જ સર્વથા મુક્તિનો-આ બધાનો આધાર કર્મ જ છે.
સાંખ્ય, યોગ, બૌદ્ધ વગેરે દ્વૈતવાદી અહિંસા સમર્થક જરૂર છે અને ઉત્ક્રાંતિની બાબતમાં પણ તેઓ સહમત છે. પણ તેઓ અહિંસાનું સમર્થન સમાનતાના સિદ્ધાંતને આધારે નથી કરતા. અદ્વૈતના સિદ્ધાંતને આધારે કરે છે. તેઓ કહે છે કે તત્ત્વરૂપે જેવા તમે તેવા જ બધા જીવ શુદ્ધ બ્રહ્મ-એક બ્રહ્મ-રૂપ છે. જીવોનો એકબીજાથી જે ભેદ દેખાય છે તે અવિદ્યામૂલક છે. તેથી જ તેઓને આપણા જીવથી અભિન સમજવા જોઈએ. બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજીને હિંસાથી નિવૃત્ત થઈ જવું જોઈએ.
અદ્વૈત પરંપરા પ્રમાણે જુદી જુદી યોનિ અને જુદાજુદા ગતિવાળા જીવોમાં દેખાતા ભેદનું મૂળ અધિષ્ઠાન (અર્થાત્ ઉપાદાન-કારણ) એક શુદ્ધ, અખંડ, બ્રહ્મ છે. આમ એક બ્રહ્મમાંથી જ જુદી જુદી સૃષ્ટિ પેદા થઈ છે. જ્યારે દૈતમૂલક સમાનતા પ્રમાણે જુદા જુદા સ્વતંત્ર અને સમાન અનેક શુદ્ધ બ્રહ્મ જ અનેક જીવ છે. વાદ ગમે તે હોય પણ બીજા જીવોની સાથે સમાનતા કે અભેદનું વાસ્તવિક સંવેદન થવું એ જ અહિંસાની ભાવનાનો ઉદ્ગમ છે.
જૈન પરંપરામાં આચાર કે વિચારનો એવો કોઈ વિષય નથી જેની સાથે અનેકાન્ત દૃષ્ટિ ન જોડાયેલી હોય અથવા એ દષ્ટિ મર્યાદાથી બહાર હોય. આ દૃષ્ટિ દ્વારા જ શ્રુતવિદ્યા અને પ્રમાણવિદ્યાનું નિર્માણ ને પોષણ થાય છે.
આમ આત્મવિદ્યા ઉપરાંત કર્મવિદ્યા-બંધ અને મોક્ષની વાત કરી કર્મબંધનું મૂળ કારણ અજ્ઞાનદર્શન-મોહ કે અવિદ્યા છે. આ અજ્ઞાનતા દૂર થવાથી કર્મબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org