________________
શ્રુત ઉપાસક રમણભાઈ
જૈન સાહિત્ય સમારોહનાં સંભારણાં
n ડૉ.હંસા શાહ
‘સર’ની (૨મણભાઈની) વિદ્વત્તાભરી મજાક અને ભારતના વિધવિધ ક્ષેત્રોમાં કામ કરતા જૈન વિદ્વાનોને મળવાની તીવ્ર ઈચ્છા, આ બન્ને સાથે બહેનપણીઓનો ઘણો આગ્રહ અને મારી ઈચ્છાથી ‘જૈન સાહિત્ય સમારોહ'માં જોડાવાની લાલચ હું રોકી ન શકતી. કચ્છના બોંતેર-જિનાલયનાં બીજીવારના સમારોહની યાદી મારા માટે કાયમ સંભારણા રૂપ રહી છે. બસની લાંબી મુસાફરીમાં, વચમાં ક્યાંક મુકામ કરીએ ત્યારે લાંબા સમયથી વિદ્વાનો સાથે બેઠેલા ‘સ૨’ને અમે ફરિયાદ કરી અમારી બસમાં બેસાડીએ. સર પણ હસતા હસતા કહે કે, ‘બહેનોને ક્યારેય પણ નારાજ ન કરવી, નહિં તો અમે ક્યાંયના ન રહીએ.' આમ હસતાં હસતાં સર અમારી સાથે બેસે. બીજા પ્રસંગો જતા કરી જૈન તર્કશાસ્ત્રમાં ‘સર’ની વિદ્વત્તાનો ખ્યાલ આપે એવા એક વાસ્તવિક-ગંભીર પ્રશ્નનું વર્ણન આપું એટલે ‘જૈન સાહિત્યના તે૨ સમારોહ’ના વર્ષોનું સ્વલ્પવર્ણન આવી જાય.
આમ ‘સર’ અમારી બસમાં બેઠા. મજાક-મશ્કરીનો દોર ચાલતોતો ને હું વચમાં ટપકી પડી, ‘સર!’ મારા મનમાં અહિંસા અને અનેકાન્ત સંબંધી હિન્દુ, બૌદ્ધ અને જૈનના સમન્વયની બાબતમાં થોડીક ગૂંચ છે. મેં મારી દ્વિધા જણાવી. સરે તરત જ અહિંસા અને અનેકાંત દષ્ટિ દ્વારા ત્રણેયના સમન્વયની સાદી, સરળ ભાષાશૈલીમાં અમને સમજાવી મારી ગૂંચનો ઉકેલ આણ્યો. આજે પણ એ સમજણ મારા મનમાં સચોટતાથી સચવાઈ રહી છે જે આપની સમક્ષ રજૂ કરું છું. ‘સ૨’ને સ્મરણાંજલિ રૂપે અર્પણ કરું છું.
‘અનેકાન્ત એ એક જાતની વિચાર પદ્ધતિ છે. તે બધી દિશાઓથી બધી બાજુથી તટસ્થ રીતે ખુલ્લી રીતે જોવાની પદ્ધતિનો વિકાસ જૈન ધર્મે અપનાવ્યો છે. અનેકાંત એ કલ્પના માત્ર નથી, પણ સત્ય સિદ્ધ થયેલી હકીકત હોઈ તે તત્વજ્ઞાન છે. બુદ્ધ મજઝમનિકાય સૂત્રમાં પોતાને વિભજ્યવાદી કહે છે. વિભજ્યવાદનો અર્થ છે પૃથ્થક૨ણ ક૨ીને સત્ય-અસત્યનું નિરૂપણ કરવું અને સત્યોને અપનાવવા. આમ વિભજ્યવાદનું જ બીજું નામ અનેકાન્ત છે. સામ્યદૃષ્ટિને પરંપરા બ્રહ્મ કહે છે, તરીકે ઓળખે છે, એ જ સામ્યદૃષ્ટિને જૈન પરંપરાએ તેના (સામ્યદૃષ્ટિના)
૩૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org