________________
શ્રત ઉપાસક રમણભાઈ
૩૦૯
લખતાં કર્યા અને ઉત્તેજન આપ્યું. મારી સાથે હંમેશાં મારા મમ્મીને આવવાનો તેમના તરફથી ખાસ આગ્રહ રહેતો. મારાં મમ્મીને સાહિત્યમાં ઘણો રસ હતો. તેઓ કહેતા ઉત્પલાની મમ્મી અમારા સૌની મમ્મી છે. ઉત્પલા તો ઓર્ડિનરી મેમ્બર છે, પણ મમ્મી તમારે તો ખાસ આવવાનું, તમો તો લાઈફ મેમ્બર છો.
તેઓ સિદ્ધહસ્ત લેખક હતા. ઘણા અલગ અલગ વિષય પર પુસ્તકો લખ્યાં છે અને ધર્મ તત્ત્વજ્ઞાન પર ઘણું મૂલ્યવાન લખાણ છે.
આખું જીવન બધાની સાથે ખૂબ જ ખેલદિલીથી અને મૈત્રીપૂર્વક જીવ્યા. પવિત્ર જીવન જીવી અનેકને સત્યનો રાહ બતાવ્યો. ધાર્મિક અને વ્યવહારિક બંને રીતે ખૂબ ખૂબ પ્રેરણાત્મક જીવન જીવી એમના આત્માનું શ્રેય સાધી ગયા.
આવશે એ કાળ ક્યારે, કંઈ યે કહેવાય ના દીપક બુઝાશે ક્યારે, સમજી શકાય ના.
આ પંક્તિ જીવનની ક્ષણ ભંગુરતા દર્શાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે જેનો જન્મ છે તેનું મરણ પણ નિશ્ચિત છે. દીપક બુઝાઈ ગયો પણ બીજા અનેક દીપક પ્રજવલિત કરીને ચારેબાજુ પ્રકાશ પાથરી ગયા છે. સૂર્યનું એક જ કિરણ પૃથ્વી પરના કાળા અંધકારનો સંપૂર્ણપણે નાશ કરે છે. સૂર્યોદય થવાની સાથે જ અવિકસિત કમળ વિકસિત બને છે. સૂર્યમુખીનું ફૂલ ખીલી ઊઠે છે તેવી રીતે, કેટલાય અજ્ઞાન ભરેલા અંધકારમય જીવનમાં તેમનાં કપાકિરણોએ જ આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ પાથર્યા છે.
સફળ જીવન જીવી ગયા, જ્ઞાનની મહેંક, સ્વભાવની સુગંધ છોડી ગયા. છલકાવ્યું નહીં સુખને, દેખાડ્યું નહીં દુઃખને, હસતું રાખી મુખડું સદા, જીવી ગયા જીવનને. દુઃખના દરિયા ખેડી તમે, સુખસાગરમાં તાર્યા અમોને, જીવનભર કરી મહેનત આપે, પ્રેરક બન્યા અમોને. તેમનો સરળ, નિખાલસ સ્વભાવ, ઉષ્માભર્યું વાત્સલ્ય, ભદ્રિકભાવ, ન્યાયનીતિ અને પ્રામાણિકતા અન્ય સગુણોથી મહેંકતું જીવન સદાયે પ્રેરણારૂપ બની રહેશે. એમનો જીવન સંદેશ હતોસર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો.”
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org