________________
૩૦૮
શ્રુત ઉપાસક રમણભાઈ
મારા સ્નેહસભર વડીલ રમણભાઈ
| | ડૉ. ઉત્પલા મોદી ડૉ. રમણલાલ ચી. શાહના દુઃખદ અવસાનથી જૈન સમાજને વિરલ વિદ્વાન સાહિત્યકારની ખોટ પડી ગઈ. હું તેમને પ્રેમભાવથી “દાદાજી' કહેતી. મારો તેમની સાથેનો પ્રથમ પરિચય બીજા જૈન સાહિત્ય સમારોહ વખતે થયો. લગભગ ૨૭ વર્ષ જૂનો પરિચય, જેમાં તેમના સ્વભાવ અને લખાણ, વિચારો સાથે પણ પરિચય થયો. તેઓ સ્વભાવે સરળ, શાંત, સ્નેહાળ, પ્રેમાળ, વાચાળ, સ્પષ્ટવક્તા, વચનસિદ્ધ, સત્યના ઉપાસક, નિઃસ્વાર્થ, સેવાભાવી, ઉદાર અને યુવાનોને શરમાવે એવા અજબ ઉત્સાહી હતા.
તેમના અવસાનના અઠવાડિયા અગાઉ મારી સાથે ફોન પર વાત કરી ત્યારે તબિયતની અસ્વસ્થતા, પ્રતિકૂળતા દર્શાવી કે ઘણું કામ એટલે લખવાનું બાકી છે પણ શરીર હવે સાથ નથી આપતું.
તેમનું વિદ્વતાસભર લખાણ બહુ જ આકર્ષક રહેતું. વાચકને હંમેશાં તાલાવેલી લાગતી અને બીજા પ્રબુદ્ધ જીવન'ના અંકમાં તંત્રીલેખમાં શું લખ્યું હશે તે વાંચવાની આતુરતા પણ રહેતી. જ્યારે પણ પ્રબુદ્ધ જીવન આવે તો સૌપ્રથમ તેમણે કયા વિષય પર લખ્યું છે તે જોવાની અને વાંચવાની તત્પરતા રહેતી. તેઓ “પ્રબુદ્ધ જીવન' માસિકના તંત્રી હતા. હંમેશાં તંત્રીલેખ લખતા. તેમની પાસે વિષયોની કોઈ કમી ન હતી, જાણે ક્રમબદ્ધ બધા મનમાં નક્કી કરેલા હોય. - તેઓ સ્વભાવે જેવા સરળ હતા તેવા શિસ્તબદ્ધ હતા. જૈન સાહિત્ય સમારોહનું તેમનું સંચાલન સફળ રહેતું. અમને તેમની સાથે વાતો કરવાનું બહુ ગમતું. ગંભીર વિષય હોય કે કોઈ સમસ્યા હોય તેઓ હળવેથી તેને સૂલઝાવી દેતા. તેઓએ શિક્ષણ ક્ષેત્રે પણ સારી નામના મેળવી હતી. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક હતા. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા પણ હતા.
જૈન સાહિત્ય સમારોહમાં આવવા લોકોને પ્રોત્સાહન આપતા. નાના સાથે નાના બનીને મજા કરાવતા. તેમણે મારા જેવા ઘણાં લોકોને લખતાં, વાંચતાં, બોલતાં કર્યો. જૈન સાહિત્ય સમારોહમાં પેપર વાંચવા પ્રેરણાબળ પણ આપતા. તેઓ હંમેશાં કહેતા તમે ખૂબ વાંચો, વિચારો. ભલે કોઈ પણ પુસ્તકમાંથી આધાર લો અને લખો, એ બહાને તમે વાંચશો અને લખશો. તેઓએ ઘણાંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org