________________
શ્રુત ઉપાસક રમણભાઈ
३०७
હતા, વિવેચક હતા, અધ્યાપક હતા, લેખક હતા, પરંતુ ક્યારેય એક પણ વાક્ય તેમણે શાસ્ત્ર વિરુદ્ધ લખ્યું નથી. એટલું જ નહિ બીજાને પણ તેમ કરતા રોકતા. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન મારા પછીના વિદ્વાન વક્તાએ ઘાતી કર્મોના નામ બોલવામાં ભૂલ કરી તો વિવેચન દરમ્યાન રમણભાઈએ જરા પણ શેહ-શરમ રાખ્યા વગર એ ભૂલ પર પ્રકાશ પાડ્યો. વ્યાખ્યાનમાળામાં મારો વિષય હતો ‘પ્રતિક્રમણની પવિત્રતા.' આમાં અરણિક મુનિનું દૃષ્ટાંત આપતા મેં એમ કહયું કે ‘મુની પાણીમાં કાગળની હોડીથી રમવા માંડ્યા'. રમણભાઇએ વ્યાખ્યાન પછીના વિવેચનમાં તરત મારી ભૂલ સમજાવી કે એ સમયે કાગળની શોધ થઈ જ ન હતી. મુનિ કાગળની હોડીથી નહી પરંતુ એમના પાતરાથી રમતા હતા. રમણભાઈના અધ્યક્ષપણા નીચે જ્યારે વક્તા બનીને જવાનું હોય ત્યારે સંપૂર્ણ હોમવર્ક કરીને સજ્જ થઈને જવું પડે. એવી દરેક વક્તા પર છાપ હતી.
એક વક્તાએ સર્વધર્મસમભાવ વિષે વાત કરી ત્યારે તેમના વક્તૃત્વ પર છણાવટ કરતા રમણભાઈએ ટકોર કરી કે સોનાને જ સોનું કહેવાય. ને લોઢાને લોઢું કહેવું જ પડે. બધાને સરખું ન કહેવાય.
અમેરિકામાં એક ભાઈએ તેમને પૂછ્યું કે ધર્મક્રિયાઓમાં, ધાર્મિક સૂત્રોમાં થોડી છૂટછાટ લઇએ તો યુવાનો ધર્મ પ્રત્યે આકર્ષાય. ત્યારે રમણભાઈએ તુરત જવાબ આપ્યો કે ડૉક્ટર કે એન્જિનિયર થવા માટે યુવાનો કેવી કાળી મહેનત કરે છે ? તો ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા તેમને ધર્મને અનુરૂપ થવું પડે. તેમના માટે ધર્મનું સ્વરૂપ ન બદલાય.
આવા શાસ્ત્રજ્ઞ, પ્રેમાળ અધ્યાપક, હિતેચ્છુ, રમણભાઈ હવે નથી એ માની નથી શકાતું. સેમિના૨માં તેમની ખુરશી ખાલી જોઈ આંખમાં પાણી આવી જશે. મારા પિતા સ્વ. ડૉ. કેશવલાલ મોહનલાલ શાહના તેઓ મિત્ર પણ હતા. મને આજે ફરીવાર પિતા ગુમાવ્યા હોય તેવું દુ:ખ થાય છે.
મારા જેવી કેટલીય વ્યક્તિઓએ જૈન ધર્મના ઘણા બધા શબ્દો અને Terminology નો પરિચય અને સમજણ રમણભાઈના વ્યાખ્યાનો, લખાણો અને વાર્તાલાપોમાંથી મેળવ્યા હશે ! મને તેઓના સ્વભાવની હળવાશ હંમેશાં ગમતી. E ચંદ્રાબહેન એચ. શાહ, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org