________________
૩૦૬
શ્રુત ઉપાસક ૨મણભાઈ
અનોખાં સંભારણાં
D પ્રો. છાયાબેન શાહ મારી ૧૨ વર્ષની ઉંમરથી ૧૮ વર્ષ સુધીની ઉંમર સુધીમાં જ્યારે જ્યારે શ્રી રમણભાઈનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવાના પ્રસંગો બન્યા છે ત્યારે દરેક પ્રસંગે તેમના સાન્નિધ્યમાંથી જે પ્રકાશ પ્રાપ્ત થયો અને એ પ્રકાશે મારા જીવનમાં કેવા અજવાળા પાથર્યા તે આ લેખમાં બતાવીને એ રીતે પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ અર્પીશ.
૧૨ વર્ષની હતી ત્યારે મુંબઈ જેન ધાર્મિક શિક્ષણસંઘના ઉપક્રમે દર વર્ષે વક્તત્વ હરીફાઈ યોજાતી. શ્રી રમણભાઈ હંમેશાં નિર્ણાયક તરીકે આવતા. હરિફાઈ દરમ્યાન તે દરેક મુદ્દા નોટ કરતાં. હરિફાઈનું પરિણામ જાહેર કરતા પહેલા વક્તાઓને ઉપયોગી થાય તેવી માહિતીની અત્યંત સૂક્ષ્મ છણાવટ કરતા. વક્તાઓને ઉપયોગી થાય, તેનું વક્તવ્ય ઉત્તમ કોટિનું બને એ માટેની સમજણ આપતા. એ મુદ્દાઓ ધ્યાનમાં રાખી એનું અનુકરણ કરવાથી મને એ મોટો લાભ થયો કે હું ચૌદ વર્ષની હતી ત્યારે ઓલ ઈન્ડિયા લેવલ પર અગર મેં પ્રધાનમંત્રી હોતા તો' એ વિષય પરની વસ્તૃત્વ હરિફાઇમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો. તેનું શ્રેય પરોક્ષ રીતે રમણભાઈને જ જાય છે.
અમે જીવનના ૧૬ વર્ષ અમેરિકામાં ગાળ્યા પછી ૧૯૮૪માં ભારત પાછા આવ્યા. આ બધા વર્ષો પછી મારી કર્મભૂમિ મુંબઈમાં હું લગભગ વીસરાઈ જ ગઈ હતી. પરંતુ બીજાને હંમેશા પ્રોત્સાહિત કરીને હાથ પકડીને ઊંચે લઈ જનાર શ્રી રમણભાઈએ મને જૈન યુવક સંઘના ઉપક્રમે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રથમ વાર બોલવાની તક આપી. ત્યારથી શરૂ થયેલી મારી સફર આજે પણ ચાલુ છે. તે બધો આભાર તેઓશ્રીનો જ છે.
જુદી જુદી જગ્યાએ યોજાતા સેમિનારોમાં તેમનો મને ખૂબ જ નિકટ પરિચય થયો. કોઈપણ પરિસ્થિતિમાં સૌમ્ય રહેવું, તટસ્થ રહેવું, ધૈર્ય રાખવું, શિસ્ત જાળવવી, સમયની પાબંધી કેળવવી, બીજા પ્રત્યે સહિષ્ણુતા ભરેલું વર્તન-આવી તેમની અનેક વિશિષ્ટતાઓ મને સ્પર્શી ગઈ અને જેમ જેમ તેનું અનુકરણ કરતી ગઈ તેમ તેમ મારું જીવન સમૃદ્ધ બનતું ગયું.
રમણભાઈ સાથેના આખાય સાંનિધ્યમાંથી બધી જ બાબતોને ઢાંકી દે એવી એક મહત્ત્વની શિક્ષા એ મળી કે હંમેશાં શાસ્ત્રોને વફાદાર રહેવું. પોતે તંત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org