________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૦૫
અનુભવો ચોક્કસ થાય છે. જેન ધર્મમાં -‘ભક્તામર સ્તોત્ર’’ છે, એનું શ્રદ્ધાપૂર્વકનું વાંચન-મનન નિત્યક્રમે કરાય તો ઘણાં ઘણાં અનુભવો થાય છે તે હું ખાત્રીપૂર્વક કહું છું.' સરની નમ્રતા એવી કે, એમને આવી અનુભૂતિ થઈ એમ ન કહેતાં માત્ર એટલું જ કહ્યું ‘હા આ વાત સાચી છે.’ સંતોષપૂર્વક મારા મનનું સમાધાન કર્યું. એક વખત મેં તેમને રાખડી બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી . પૂ. ‘સરે' સહર્ષ મારી એ ઈચ્છા પણ પૂરી કરી. પછી તો વર્ષો સુધી આ ક્રમ રહ્યો. બળેવને દિવસે એમની રાખડી તૈયા૨ જ હોય.
બે ત્રણ વ૨સો પછી ફરી એક વખત પૂ. રમણભાઈ અને પૂ. તારાબેન સાથે દહાણુ પાસે નવું દેરાસર થયું તેમાં જવાનો લહાવો મળ્યો. મારાથી આ વખતે ૫૫૨ તૈયા૨ નહોતું થઈ શક્યું. પણ સરે તો મારી મૂંઝવણ દૂર કરી મને શ્રોતા બની રહી સૌનું સાંનિધ્ય માણવા એક વધુ મોકો આપ્યો. ‘સ૨’ના શબ્દોમાં કહું તો - ‘‘આ વખતે શ્રોતા થવાનો લ્હાવો લેજો. ઘણું જાણવા મળશે - આનંદ આવશે અને આપણે સૌ સાથે રહેવાશે'' - અને ખરેખર, એ દિવસો મારી સ્મરણ મંજૂષામાં કીમતી ખજાનાની જેમ સંગ્રહાઈ ગયા છે.
એક વખત ઓચિંતા સર મારે ઘરે આવી ચડ્યા અને સાથે નાનકડા શો કેસમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ ! આ મારી યાદગીરી! કહીને એ મૂર્તિ અમને સોંપી. આજે પણ રોજ દીવો કરતાં મૂર્તિ સાથે જડાયેલ અમારા મું. રમણભાઈને પણ આરાધી લઉં છું. મૂર્તિ સાથે જાણે મને સંદેશ આપતા ગયા. ‘આ નાશવંત, પાર્થિવ જગતથી અપાર્થિવ તરફ ગતિ કરો' આવી - આધ્યાત્મિક્તાનો સંદેશ આપનાર મુ. રમણભાઈ મારા માટે હંમેશાં સાચા ગુરુ બની રહ્યા છે.
“શિવાસ્તે પંથાઃ''
જ
‘સર’, તમે ક્ષરદેહે નથી પણ છતાંએ હરહંમેશાં અમારી સાથે જ છો. અમને પ્રેરણા આપતા સૂક્ષ્મ દેહે પણ તેમ સદા આપતા રહો, એ જ પ્રાર્થના. આત્મા તો અમર જ છે ને ? તો નિતાંત તમારા આશિષ અમને મળતા રહે એ જ અભ્યર્થના - અસ્તુ.
–
તેઓશ્રી પરમ સાક્ષ૨ તો હતા જ ઉપરાંત ઉદાર, નમ્ર, પ્રેમાળ, સદાય હસમુખા અને સાચા અર્થમાં માનવ હતા.
આણંદજી નાનજી દેઢિયા, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org