________________
૩૦૪
શ્રત ઉપાસક રમણભાઈ એક વખત “સર'ને મેં કહ્યું, “સર, મેં એવું પેપર તૈયાર કર્યું છે એમાં અખો, કબીર અને આનંદધનજી વિશે લખવાનો પ્રયત્ન ર્યો છે. હંમેશ મુજબ તેમણે એક મીઠું હાસ્ય કર્યું અને “સરસ” કહી છૂટા પડયા. આવી મહાન હસ્તીઓ વિશે મારું જ્ઞાન કેટલું સીમિત હોય એ જાણવા છતાં મને પ્રોત્સાહિત કરવા, કચ્છમાં યોજાએલ “જૈન સાહિત્ય સમારોહમાં આવવા નિમંત્રણ આપ્યું. અને મેં પણ એ સહર્ષ સ્વીકારી લીધું. જૈન ધર્મના પ્રખર વિદ્વાનો વચ્ચે થોડુંક પણ વાંચવાની પ્રેરણા આપીને મને આનંદ થાય એવી તક આપી.
કચ્છમાં અમે પંચતીર્થનો લહાવો પણ લીધો અને માંડવી પાસે હજી બંધાતા એવા “બૌતેર જીનાલય” પણ ગયા. ત્યાંના વાતાવરણમાં એક ગજબની શાંતિની અનુભૂતિ થઈ. પ્રો. મુ. તારાબહેન અને પ્રો. પૂ. રમણભાઈ પૂજાના વસ્ત્ર ધારણ કરી જિનાલયના ગર્ભદ્વારમાં પ્રભુના સાંનિધ્યમાં ગયાં. એમને પૂજા કરતા જોઈ મને પણ અંદર જવાની ઈચ્છા થઈ. મુ. રમણભાઈએ શાંતિથી સમજાવ્યું, બીજી વાર અમારી સાથે આવો ત્યારે કોરા વસ્ત્રોની એક જોડી લાવજો, એ કપડા પહેરી કશું જ ખાવાપીવાનું વર્ય હં! ઈશ્વર સ્મરણ માટે. પવિત્ર વાતાવરણ. મન અને સાથે વસ્ત્રો પણ પાવિત્ય જાળવે તેવા. આ વાત મને ખૂબ અસર કરી ગઈ. હવે જ્યારે પણ કોઈક દેરાસરમાં જાઉં ત્યારે “સર'ની વાત અંતરમાં ગૂંજયા કરે છે. - જિનાલયમાંથી બહાર નીકળતી હતી ત્યાં પાછળથી મુ. રમણભાઈનો અવાજ સંભળાયો “આ પગથિયાંની બે બાજુ બે ચિહ્નો છે તે આસુરી તત્વોના પ્રતીક છે. બહાર નીકળતાં એના પર પગ મૂકીને એને કચડીને પછી જ જવું.” કેવી સુંદર શિખામણ? પ્રભુદર્શનના સાત્વિક વાતાવરણમાંથી બહાર નીકળતાં જ આસુરી તત્ત્વને કચડી નાખી અસત પર સતનો વિજય અનુભવવો. આવી સુંદર વસ્તુની મને સમજ આપી, તેથી હું ધન્ય થઈ ગઈ.
એક વખત મેં પ્રાગજીભાઈ ડોસાએ લખેલ એક પ્રસંગ વાંચ્યો. પૂજામાં બેસતાં એમને શરીરમાંથી આત્મા બહાર લઈ જવાનો પ્રયોગ કરવાનું મન થયું. સાધના અને અધ્યયન દ્વારા એ સફળતાપૂર્વક બહાર તો નીકળી ગયા. શરીરની આસપાસ એક નવી જ અનુભૂતિ કરી રહ્યા પરંતુ ફરી શરીરપ્રવેશ કરવા ખૂબ મથામણ કરવી પડી. મેં ‘સર’ને આ વાત કરી પૂછયું, “આવું કંઈ બને ખરું?' અને “સરે” તરત “હા” પાડી કહ્યું, “રોજ ધ્યાન, પૂજા વગેરે કરવાથી અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org