________________
સુત ઉપાસક રમણભાઈ
૩૦૩
ચમત્કારો હજી આજે પણ બને છે !
D પ્રો. કાના ભટ્ટ આજના વૈજ્ઞાનિક યુગમાં કોઈ અનુસ્નાતક કક્ષા સુધી પહોંચેલી, યુનિવર્સિટી સ્તરે એમ. એ.ના વિદ્યાર્થીઓને ભણાવતી તથા “મહારાષ્ટ્ર કોલેજ'ની ગુજરાતી વિભાગની અધ્યક્ષા જ્યારે કહે કે “ચમત્કારો હજી આજે પણ બને છે!' ત્યારે વાંચનાર કંઈક અવનવી દ્વિધામાં અવશ્ય મુકાઈ જાય.
હું પણ એક સમયે એવું જ માનતી કે, “ચમત્કાર જેવું કશું છે જ નહિ અને ચમત્કારની વાતોને હસી કાઢતી. પરંતુ મારા જીવનમાં બનેલી ત્રણ ઘટનાઓએ મને દ્રઢ-પણે માનતી કરી દીધી છે કે, તમારામાં સક્રિષ્ઠ શ્રદ્ધા અને આત્મિવશ્વાસ હોય તો... ચમત્કારો આજે પણ બની શકે છે. મારા જીવનની પ્રથમ બે ઘટનાઓ મહર્ષિ અરવિંદના પોંડિચેરી આશ્રમના સંદર્ભમાં છે. જે અહીં અપ્રસ્તુત ગણાશે, પરંતુ ત્રીજી ઘટના એટલે એમ. એ.માં અભ્યાસ કરતી ત્યારે અમને ગુજરાતી વિષય ભણાવતા પ્રો. ડૉ. મુ. રમણભાઈ સાથેનો પરિચય.
સંજોગવસાત પાંચેક વર્ષથી છોડેલો અભ્યાસ ફરી શરૂ ર્યો અને નોકરી સાથે જ્ઞાનયજ્ઞ આરંભ્યો. અભ્યાસ કરતાં કરતાં બાહ્ય રીતે આનંદિત રહેતી હું અંતરથી નિરાશા અને લઘુતાગ્રંથિમાં પીડાતી ગઈ. પિતા પાર્થિવ જગત છોડી ગયા. અભ્યાસ અધૂરો અને કુટુંબની જવાબદારી મારા પર. મારાથી વીસ વરસે નાના ભાઈને ડૉક્ટર બનાવવાની પિતાની ઈચ્છા કેવી રીતે પૂરી થશેની વિમાસણ...એવામાં એક ફરિશ્નો જાણે મારી મદદે ન આવ્યા હોય! તેમ મને મળ્યા મારા રાહબર, ગુરુ, વડીલબંધુ અને વહાલની સરવાણી જેવા પૂ. રમણભાઈ!!! અને એમણે મારામાં શ્રદ્ધા જગાડી. આશાનો દીપક ચેતાવ્યો. અતીતમાંથી વર્તમાનમાં લાવી પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરવાની પ્રેરણા આપી મુ. રમણભાઈએ. અને આ હતો મારા જીવનનો વળાંક. જે મારા જીવનનો મોટો ચમત્કાર કહી શકું.
ધીરે ધીરે સાહિત્યમાં રૂચિ કેળવાતી ગઈ. વિદ્યાનગરની “સાહિત્ય પરિષદમાં - મુ. રમણભાઈ અને પ્રો. મુ. તારાબહેન સાથે ગાળેલો સમય મારા જીવનનું અવિસ્મરણીય સંભારણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org