________________
૩૦૨
શ્રુત ઉપાસક રમણભાઈ આપમેળે જ થવાની સાથે સાથે વિચાર પણ આવે છે કે એ તો ધર્મમય હતા. ધર્મનું અધ્યયન કરતા હતા. કરાવતા હતા ! આધ્યાત્મિક એવા એ આત્માને મુક્તિ મળવાની એમાં શંકા નથી....
છતાં માનવમન છે ને ?! વિચારો આવતા જ રહેવાના, સ્મૃતિના પાના પલટાતા રહેવાના - ફરી એક પ્રસંગ યાદ આવી જાય છે. મારું કેટલુંક લખાણ બતાવવા યુનિર્વસિટી ગયેલી. અચાનક મું.રમણભાઈએ અસ્વસ્થતાની ફરિયાદ કરી બાજુના ખંડમાંથી હિંદી વિભાગના વડા ડૉ.પ્રભાતને બોલાવવા કહ્યું. એમની સૂચના મુજબ સાકરવાળી કૉફી પીવડાવી. પાછળથી ખબર પડી કે ડાયાબિટીસ બોર્ડર લાઈન' પર હોવાથી સાવચેતી માટે એમણે સાકર લેવી ઓછી કરી નાખી હતી.
માંદગીને દૂર રાખવાના આ પ્રયાસમાં એમની સાવધાની મને વર્તાઈ પણ આખરે મનુષ્ય માટે મૃત્યુ જન્મ સાથે જ જન્મે છે. દેહ તો ક્ષર છે... ક્ષણભંગુર છે..
પણ, છતાં રમણભાઈ અમર છે એમના અક્ષર દેહથી..... એમના ગુજરાતી સાહિત્યને, જૈન સાહિત્યને કરેલા અર્પણથી !
મુ. શ્રી રમણભાઈની આ જગતમાંથી વિદાયથી આપણને સૌને એક અકલ્પનીય એવી ખોટ પડી છે. કાલાંતરે વ્યક્તિની ખોટ પૂરાઈ જાય એમ કહે છે. પરંતુ રમણભાઈ માટે આ વાત સુસંગત નથી. બહુમુખી પ્રતિભા ધરાવતા એવા શ્રી રમણભાઇના એક પાસાને ભુલીએ ત્યાં બીજા પાસાની યાદ આવે. અનેક વિષયોનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પાસેથી કોઈ ખાલી હાથે પાછું નહિ ગયું હોય.
મૃત્યુના થોડા સમય પહેલાં તેમની સાથે ગાળેલો કલાક-દોઢ કલાકનો સમય અમારા માટે અમૂલ્ય સંભારણું બની રહેશે. અસ્વસ્થ તબિયતે પણ તેમણે મારા પ્રશ્નનો જવાબ ખૂબ જ સ્વસ્થતાપૂર્વક આપ્યો તે જ તેમની વિદ્વતાની ઝાંખી કરાવે છે. આત્મિયતાપૂર્વકનું તેમનું મારા માટેનું ભાભી'નું સંબોધન કાનમાં ગુંજ્યા કરશે.
ખરેખર જેન સમાજે એક હીરલો ગુમાવ્યો છે. મનના ભાવોને હૃદયની લાગણીઓ વ્યક્ત કરવા શબ્દો પાંગળા પૂરવાર થાય છે.
| રમા-વિનોદની હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org