________________
શુત ઉપાસક રમણભાઈ
૩૦૧
મારા જ્ઞાન પથદર્શક રમણભાઈ
I ડૉ. કીર્તિદા રમેશ મહેતા વિધાતાના સંકેત કહો કે સૂચન કહો. મુ. પ્રો. રમણભાઈ શાહના દેહાવસાનના સમયગાળામાં બે વાર એમનું સ્મરણ થઈ આવ્યું, એમની વાતો વાર્તાલાપમાં આવી.
અમારા સંબંધી જયવંતીબહેન જેઓ પણ પ્રાધ્યાપિકા હતાં. એમના પતિના અવસાન સમયે ગીતાપાઠ વખતે બે બહેનો મળી ગયા જેઓ પણ પૂર્વ પ્રાધ્યાપિકા હતાં. પરસ્પરના પરિચય પછી એમણે જ્યારે જાણ્યું કે મારા પીએચ.ડી.ના માર્ગદર્શક રમણભાઈ હતા ત્યારે એમના સમાચાર-ખબર-અંતર પૂછયા. મારો મું. રમણભાઈ સાથે ઘણા વખતથી સંર્પક નહોતો રહ્યો. ચોપાટીથી વાલકેશ્વરના નિવાસ પર્વતનો જ ખ્યાલ હતો. ઘણીવાર ઈચ્છવા છતાં વાતચીત-મેળાપ થઈ શકતો નહોતો. પણ એ દિવસે એમની યાદ આવી ગઈ.
એ પછી થોડા જ દિવસમાં ઘરે આવેલી એક વ્યક્તિએ અનાયાસે પીએચ.ડી.ની અભ્યાસ પધ્ધતિ વિષે પૃચ્છા કરી.... એને મેં મારા જેવી માહિતી આપતા કહેલું -
મું...રમણભાઈ શાહ મારા “ગાઈડ' હતા મારા જેવી વિદ્યાર્થી ભાગ્યે જ કોઈને મળે જેણે પીએચ.ડી. માટેના બધા જ નિયમ-અપવાદનો ઉપયોગ કર્યો હોય. ૧૯૬૬ થી ૧૯૭૭ સુધીના દસ વર્ષનો દીર્ધકાળ જેણે થિસિસ પૂરો કરતા લીધો હોય અને છતાં જેના “ગાઈડ' જરા પણ ગુસ્સે ન થયા હોય, માર્ગદર્શક અકળાયા ન હોય....!'
ખરેખર, દસ વર્ષ સુધી જ રમણભાઈનું માર્ગદર્શન પ્રોત્સાહન ન મળ્યા હોત તો હું “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથાનો વિકાસ” એવો ૧૫૦૦ પાનાંનો “રામાયણ' જેવો શોધનિબંધ પૂરો કરી શકી હોત કે કેમ એની મને શંકા થાય છે. સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ યુનિવર્સિટી અને ચોપાટીનું એમનું ઘર બધા મારા માટે ખુલ્લા હતા અને સમયની કોઈ પાબંધી નહોતી. વિદ્યાર્થી માટેની આવી આત્મીયતા-એકાગ્રતા જવલ્લે જ જોવા મળે એમ છે.
પ્રા. રમણભાઈના અવસાનના સમાચાર દુર્ભાગ્યે મને મોડા મળ્યા. પ્રાર્થનાસભા ચૂકી ગઈ, પણ અંતરથી તો એમની માટે પરમશાંતિની પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org