________________
૩૦૦
શ્રત ઉપાસક રમણભાઈ
શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે આગળ આવવા માંગતા અનેકો માટે એઓ માર્ગદર્શક અને પ્રોત્સાહક બળ પૂરું પાડનારા આત્મીય સ્વજન જેવા હતા.
પોતાના લખેલા-સર્જલા પુસ્તકો ઉપરના “કોપીરાઈટ' સમાજને અને એમણે પોતાની નિઃસંગતા, અલિપ્તતાને વધારે ઉન્નત બનાવી હતી.
સિદ્ધિ-પ્રસિદ્ધિના જુવાળ વચ્ચે તટસ્થતા, સાક્ષીભાવની ઉપાસના એ આંતર જાગૃતિ વગર શક્ય બને નહીં ! વ્યવહારના પરિબળો વચ્ચે પણ નિશ્ચયની એમની પ્રબળતા ખરેખર વંદનીય અને અહોભાવ પેદા કરનારી હતી.
અનેકવિધ શૈક્ષણિક, સામાજિક પ્રવૃત્તિઓ અને જવાબદારીઓના વહન વચ્ચે પણ એમણે સંવાદિતા, સંતુલન અને સમતા મેળવી હતી, કેળવી હતી એ એમની બહુમૂલ્ય ઉપલબ્ધિ હતી.
તારાબેન સાથેનું એમનું વરસોનું સહજીવન આદર્શ અને ઉમદા ધન્યો ગૃહસ્થાશ્રમનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. કવિકુલગુરુ કાલિદાસની ઉન્નત અને સંપૂર્ણ જીવનની કલ્પના
શૈશવેવ્યસ્ત વિદ્યાનામ્ યૌવને વિષયેષુનામું
વાર્ધક્ય મુનિવૃત્તિનામ્ યોગાન્સેચ તનુત્યજામ્ રમણભાઈના જીવનમાં પૂર્ણરૂપેણ પ્રતિબિંબિત બને છે.
છેલ્લા વરસોનો એમનો આત્મલક્ષી ગ્રંથોનો સ્વાધ્યાય પરિશીલન, ચિંતનમાં ડૂબીને સાચી મુનિવૃત્તિમાં જીવવાની સાથે સાથે આત્મભાવમાં રમણતારૂપ યોગમાં રહીને રમણભાઈએ દેહનો વિયોગ મેળવ્યો છે, શરીરનો ત્યાગ કર્યો છે એ નિશ્ચિતપણે એમની ઉર્જસ્વી જીવનયાત્રાને સૂચવે છે. આવો આત્મા અસંદિગ્ધપણે મોક્ષમાર્ગે જ આગળ વધે છે એવું અનુભવી શકાય !
જીવન બધા જ જીવે છે, મૃત્યુ બધા જ પામે છે પણ રમણભાઈ જીવનને ભરપૂર જીવી ગયા ! અને મૃત્યુની આંગળી ઝાલીને સહજપણે અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા !
સમાજમાં આવા શીલસંપન્ન અને પ્રજ્ઞાપૂર્ણ માર્ગદર્શકોની જ્યારે ખરેખર કમી છે, ઉણપ છે ત્યારે રમણભાઈની ચિરવિદાયથી જે શૂન્યાવકાશ સર્જાયો છે એ ભરાવો મુશ્કેલ છે.
એમના મોક્ષમાર્ગગામી આત્માને અનંત અનંત વંદન. * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org