________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૯૯
મોક્ષમાર્ગના મુમુક્ષ યાત્રી
ડૉ. પૂર્ણિમા મહેતા (અધ્યક્ષ-જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ) શ્રી રમણભાઈ ચીમનલાલ શાહ એટલે શીલ, સૌજન્ય, શિક્ષણ અને સંસ્કારની નખશિખ સંપૂર્ણ પ્રતિભા !
બહુ ઓછી વ્યક્તિઓમાં જોવા અને જાણવા મળે એવા ગુણોથી સભર વ્યક્તિત્વ ધરાવતા રમણભાઈના અવસાનના સમાચાર સાંભળીને દુઃખ થયું....... આઘાત લાગ્યો !
સન્ ૧૯૯૫માં સોલાપુર (મહારાષ્ટ્ર) ખાતેના એક સેમિનારમાં એમના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મળ્યું હતું. ત્યારબાદ છેલ્લા પાંચ વરસથી આત્તરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, અમદાવાદના ઈન્ચાર્જ તરીકે એમની સાથે સતત સંપર્કમાં આવવાનું થયું, વર્કશોપ, પરિસંવાદ, પરીક્ષા વગેરેના કારણે અવારનવાર એમને મળવાનું થતું! દરેક વખતે મારા મન ઉપર એમના સૌજન્યશીલ વ્યક્તિત્વની બહું ઊંડી છાપ પડતી હતી.
આધુનિક શિક્ષણના ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી પણ પરંપરાગત ધાર્મિક સંસ્કારોનું સુપેરે પાલન એ એમના જીવનની આગવી વિશેષતા હતી. શિક્ષણ, ચિંતન અને મનન સાથે શ્રદ્ધાસંપન્ન વ્યક્તિત્વ વિકસાવવું એ નાનીસૂની વાત નથી. દરરોજ પૂજા-સામાયિક, સ્વાધ્યાય જેવા વ્રત નિયમોનું સુવ્યવસ્થિત પાલન કરનારા રમણભાઈ સહુ માટે આદર્શ જીવન જીવી ગયા !
દેશ અને વિદેશમાં એમણે શિક્ષણ ક્ષેત્રે તો ઠીક પણ જૈન ધર્મના પ્રચારપ્રસાર બાબતે પણ અનેરી નામના અને સિદ્ધિ મેળવી હતી. એમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, ચંદ્રકો, સુવર્ણચંદ્રકો, પારિતોષિકો કે બહુમાનો પૂરતી મર્યાદિત ન હતી. સમાજમાં બહુમાન્ય સ્થાન અર્જિત કરવાની સાથોસાથ જીવનના અંતરંગને અધ્યાત્મથી રંગવાનો એમનો પ્રયાસ એ બહુ મોટી સંસિદ્ધિ હતી. છેલ્લા વર્ષોનું એમનું સર્જન જેમ કે જ્ઞાનસાર કે અધ્યાત્મસારની વિવેચના એ વરસોના એમના તત્વચિંતન, સ્વાધ્યાય અને શાસ્ત્રાવગાહનના પરિપાકરૂપે સર્જાયું છે.
ખ્યાતિ અને પ્રસિદ્ધિની સાથે એઓ અનેકના પ્રેરણાસ્ત્રોત્ર બન્યા હતા. ધર્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org