________________
૨૯૮
શ્રુત ઉપાસક રમણભાઈ
વિરલ તેજોરાશિ
તપસ્વી એસ. નાંદી આચાર્ય હેમચન્દ્રના વિદ્વાન શિષ્ય આચાર્ય રામચન્દ્ર પ્રસ્થાતિવત કહેવાતા. પૂ. શાહ સાહેબ સૌથી વધારે ગ્રંથોના રચયિતા હતા. આ ગ્રંથો અનેક વિદ્યાશાખાઓને સમૃદ્ધ કરનારા છે. આપશ્રીનું લિખિત સાહિત્ય મારી પહોંચની બહાર છે. આપશ્રી જેટલા દેશોમાં ફર્યા અને ત્યાંના વિદ્યારસિકોને સંતોષ્યા એ પણ સુવિદિત છે.
મારી વાત કરું તો ફક્ત બે જ વાર, મારા અદ્યાવધિ ૭૧ વર્ષના આયુષ્યમાં, પૂ. શ્રી. ના દર્શન અને શ્રવણનો લાભ મને મળ્યો હતો. એકવાર પાટણ (ઉ. ગુજ.) મુકામે, ઉ. ગુજ. યુનિ. (હાલ આચાર્ય શ્રી હેમચન્દ્રનું નામ તે સાથે જોડાયું છે) માં વર્ષો પહેલા “આચાર્ય હેમચન્દ્રના નામે વિદ્યા-સ્થાન (Seat) નિયત થયું ત્યારે એક સેમિનાર થયો હતો. જેમાં ઉપસ્થિત રહી સંશોધન-પત્ર વાંચવાનો મને લાભ મળ્યો હતો. બીજી વાર આપશ્રીને જ્યારે તા. ૧૯-૧-૨૦૦૩ના રોજ અમદાવાદ મુકામે “સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ સુવર્ણપદક' એનાયત થયો ત્યારે એમના પ્રત્યક્ષ દર્શન, શ્રવણનો લાભ મેં લીધો હતો. શ્રીમતી તારાબેન પણ ત્યારે ઉપસ્થિત હતાં. હમણાં પૂ. શ્રી તરફથી એક ગ્રંથની નકલ મને મોકલવામાં આવી એ ઉપકાર તો હું ક્યારેય ભૂલી શકીશ નહિ. બારી બંધ હોય પણ તિરાડમાંથી સૂર્યનાં કિરણો ઓરડામાં પ્રવેશતાં હોય, ત્યાં આંખ રાખીને જોઇએ તો એ તેજો રાશિના દર્શન થઈ શકે, એ રીતે આ બે પ્રસંગો દ્વારા મને પૂ. શ્રી. ના વ્યક્તિત્વ, વિદ્વતાની ઝલક પ્રાપ્ત થઈ હતી. આ તો પ્રત્યક્ષ પ્રમાણ થયું. એ ઉપરાંત મારા ગુરુવર્ય ડૉ. વી. એમ. કુલકર્ણી સાહેબ અને જૈન વિદ્યાના અનેક ધુરંધરો દ્વારા પરોક્ષ રીતે પણ આપશ્રીની પ્રતિભાથી હું રંગાતો રહ્યો છું. આજીવન-છેલ્લા શ્વાસ સુધી-વિદ્યોપાસના કરનાર આ વિદ્વાનને નમસ્કાર કરીને વિરમીશ.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org