________________
યુત ઉપાસક રમણભાઈ
૨૯૭.
ઘર, યુનિવર્સિટી અને જૈન યુવક સંઘમાં એવા સ્વજનો અને સાથીદારો મળ્યા કે એમને ક્યાંય ઊંચા અવાજે બોલવાનો વખત ન આવ્યો. ખૂબ પરિશ્રમ પછી સગવડો અને અનુકૂળતાઓ મળી. સાહેબે તેમનો સદુપયોગ કર્યો. સગવડો, સાધનો, સંબંધો, પદ, અનુકૂળતા બધાંથી સમયનો દુર્વ્યય ન કર્યો. પરિણામલક્ષિતાનો એમને ખ્યાલ હતો તેથી જેનાથી ખટપટ, ખટરાગ, દ્વેષ, સમય અને શક્તિનો બગાડ થાય એવી પ્રવૃત્તિઓથી જાતને અળગી રાખી.
ધર્મ એમને માટે પ્રવચન, સમારોહ કે લેખન-સંશોધનનો જ વિષય નહોતો. ધર્મ એમના આચરણમાં હતો.
વપરાઈ વપરાઈને જીર્ણ થયેલો જોડણીકોશ એમના ટેબલ પર સદાય હાજર રહેતો. સાચો શબ્દ, સાચો અર્થ, સાચી જોડણી અને સાચું જીવન એ પસંદ કરતા હતા. શબ્દકોશની ચોકસાઈ એમને પસંદ હતી.
“પ્રબુદ્ધ જીવન' માટે કોઈ લેખ મોકલ્યો હોય તો તેનો સ્વીકારપત્ર એક જ શબ્દમાં મોકલતા. લેખના શીર્ષકમાંથી એક શબ્દ લઈ લખી દેતા. સંબોધન કે લિખિતંગની સહી પણ નહોતા કરતા. પોસ્ટ કાર્ડની મધ્યમમાં ફાઉન્ટન પેનથી મોટા મરોડદાર અક્ષરે લખેલો પત્ર પામી હું ધન્ય બની જતો.
પ્રાધ્યાપકો ભૂલકણા હોય એ ઉકિત સાહેબને મળ્યા પછી ખોટી પડે એવી એમની સ્મરણશક્તિ હતી. ગુજરાતી ભાષાના શિક્ષકોના મિલન કાર્યક્રમમાં સિત્તેર-એંસી શિક્ષકોને નામથી બોલાવે, કોણ કઈ કૉલેજમાં છે તે જાણે અને દરેકના કુટુંબીજનોના નામ દઈને ખબરઅંતર પૂછે.
એમની ષષ્ઠિપૂર્તિની અને અમૃત મહોત્સવની ઉજવણી માટે ઘણી વિનંતી કરી હતી. એમની શરતે આયોજન કરવા કહ્યું પણ હા ન પાડી તે ન જ પાડી. નામ અને પદના મોહને એમણે ક્રમે ક્રમે ક્ષીણ કરી નાખ્યો હતો. - સાહેબની સાથે નાનો કે મોટો પ્રવાસ કરનાર, એમની સાથે કામ કરનાર, એમની પાસે ભણનાર, એમને વાંચનાર, સાંભળનાર અને એમના સમયમાં જીવનાર આપણે સૌ ભાગ્યશાળી છીએ.
પૂજ્ય રમણભાઈના બહુ આયામી વ્યક્તિત્વ માટે એક જ શબ્દમાં કહેવું હોય તો રમણભાઈ શ્રાવક હતા.
શરદ ઋતુનો આલાદ પ્રસરી રહ્યો છે. સાહેબનો એક શબ્દવાળો પત્ર
આવશે. ગુરુ શિષ્યોથી અદૂર હોય છે. હવે તો ભવોભવ તમે જ ગુરુ, ન વિપ્રયોગ.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org