________________
થત ઉપાસક રમણભાઈ
૩૫૩
વિરલ સંશોધક અને સંપાદક
1 ડૉ. કનુભાઈ વૃજલાલ શેઠ શ્રી રમણભાઇનો મને પહેલા પ્રથમ પરિચય હું એલ.ડી.ઇન્ડોલોજી, અમદાવાદમાં ઇ. સ. ૧૯૬૪ માં શોધ છાત્ર તરીકે જોડાયો હતો તે પછી ઇ. સ. ૧૯૬૫ ની સાલના મે માસમાં તેઓ પંડિતવર્ય શ્રી દલસુખભાઈ માલવણિયા (ડીરેક્ટર)ને મળવા આવ્યા હતા ત્યારે શ્રી દલસુખભાઇએ મારી ઓળખાણ પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતીમાં રચાયેલા “શૃંગાર મંજરી-શીલવતી રાસ' (જયવંતસૂરિ કત) પર પીએચ.ડી.ની ડીગ્રી માટે મહાનિબંધ તૈયાર કરનાર શોધછાત્ર તરીકે કરાવ્યો તે ગણાવી શકાય. તે વખતથી જ તેમણે મને મારા શોધકાર્ય અંગે માર્ગદર્શન આપી મહાનિબંધ તૈયાર કરવા પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યો હતો.
આ પછી તેઓની મુલાકાત અવારનવાર થતી રહી. તે સમયે મારા શોધકાર્યમાં ઊંડો રસ દાખવી મને સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા.
મહાવીર જૈન વિદ્યાલય', મુંબઇના ઉપક્રમે યોજાયેલ પ્રથમ “જૈન સાહિત્ય સમારોહમાં (તા. ૨૧-૨૨ અને ૨૩ જાન્યુઆરી, ૧૯૭૭) મને આમંત્રણ આપી સંશોધન વિભાગમાં “ફાગુ' કાવ્ય અંગેનો મારો શોધપત્ર રજુ કરવાની તક આપી હતી. તે પ્રસંગથી હું એક સંશોધક તરીકે જાણીતો થયો આ બાબતે હું શ્રી રમણભાઈનો ખાસ આભારી છું.
આ પછી “મહાવીર જૈન વિદ્યાલય', મુંબઈના ઉપક્રમે યોજાતા પ્રત્યેક સમારોહમાં મને આમંત્રી, શોધપત્ર રજુ કરવાની તક તેઓ આપતા રહ્યા. અને એ બહાને અમારો સંપર્ક ગાઢ બન્યો.
હું જ્યારે પણ અમદાવાદથી મુંબઈ જતો ત્યારે એમને મળી મારા શોધકાર્ય અંગે એમની સાથે ચર્ચા કરી તેઓનું માર્ગદર્શન મેળવતો રહ્યો. તેઓ ઘણા ઉત્સાહપૂર્વક મારા સંશોધનકાર્યમાં રસ લઈ યોગ્ય માર્ગદર્શન આપતા.
મારા શોધકાર્ય અંગે પત્ર દ્વારા પણ એનું માર્ગદર્શન સતત મળતું રહ્યું હતું. આમ મારા સંશોધનકાર્યમાં એમના માર્ગદર્શનનો નોંધનીય ફાળો છે. જે માટે હું એમનો સદા આભારી રહીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org