________________
૩૫૨
શ્રુત ઉપાસક રમણભાઈ
મારી વ્યસ્તતામાં હજી બન્યું નથી અને દરમ્યાનમાં તો તેમણે વિદાય પણ સ્થળરૂપે તો લઈ લીધી, પરંતુ સર્વકોઈની પરિશ્રમભરી સાહિત્ય-કૃતિઓને આવકારવાની એક સહૃદય સંપાદક તરીકેની તેમની ઉદારતા દાદ માગી લે છે.
તેમની સાથેના પત્ર-સંસ્મરણો ઘણા છે, પરંતુ અહીં તત્કાળ પૂરતા આટલા, સંક્ષેપમાં પર્યાપ્ત છે. એ અંગત સંસ્મરણોથી યે વિશેષ મહત્ત્વના અને સર્વજનઉપયોગી છે તેમના એ તંત્રી લેખો, કે જેમાં એકબાજુથી જૈન દર્શનનાં તત્ત્વોને તેમણે સરળતાથી સમજાવ્યા કર્યા છે અને બીજી બાજુથી અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓની લોકોપયોગી સેવા પ્રવૃત્તિઓને તેમણે, પોતાને એ સાથે જોડવા પૂર્વક, બિરદાવીને આગળ વધારી છે. તેમની આ બંને બાજુઓ તત્વચિંતનની અને સમાજસેવાની અદ્ભુત રીતે વણાઈને નદીની બે ધારાઓની જેમ સમાંતર વહેતી આવી છે. આ પુણ્યસલિલા ધારાને વહાવનારા મનીષી મુરબ્બીશ્રી રમણભાઈને અને તેમાં સ્નાન કરી પાવન થનારા સૌ પુણ્યાત્માઓને અનેકશઃ અભિનંદન.
શું એ પણ કોઈ સાંકેતિક સંયોગ નથી આ પરિવર્તનશીલ વિશ્વનો, કે આ મનીષીના નિવાસનું સ્થાન બદલાયું, પછી કાર્યાલયનું સ્થાન બદલાયું અને છેલ્લે દેશ-દેહાંતરાનું સ્થાન પણ બદલાયું? હવે તેમને પત્ર ક્યા ઠામે લખીશું?
કર્યું કુદરતે ખરું પોતાનું જ અંતે, ચિરવિદાય લીધી અમારા એક સંતે. જીવનની મહેકને યાદોમાં પલટાવી યાત્રી ચાલ્યો યાત્રા અનંતે પૂ. રમણભાઈની વિદાયથી જૈન સમાજને મોટી ખોટ પડી ગઈ.
- સુશીલા એસ. કપાસી - નીતિના આઈ. કપાસી - સરયૂ પ્રવીણ કોઠારી
- પૌલોમિ શાહ
- ભારતી દિલીપ શાહ શ્રી આત્મવલ્લભ સ્વાવલંબન મહિલા કેન્દ્ર, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org