________________
ક્ષત ઉપાસક રમણભાઈ
૩૫૧
ભંવરલાલજી નાહટા જેવા વિદ્વાનો પાસેથી જાણેલું અને “પ્રબુદ્ધ જીવનમાં લેખરૂપે છાપેલું, તેની તેઓશ્રી આ લખનાર પાસેથી પણ જિજ્ઞાસા અને પ્રમોદભાવે સરળપણે વિચારણા કરતા. ઉપર્યુક્ત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સંસ્થાપક અને આ યુગના શ્રીમદ્ રાજચંદ્ર શરણાપન, વિરલ, વિનમ્ર અને ગુપ્ત સાધક શ્રી ભદ્રમુનિ (સહજાનંદઘનજી) વિષે તેમને ભારે જિજ્ઞાસા હતી, એ માટે તેમની સાધનાભૂમિ સંપીની ગુફાઓ જોવા આવવાની ભાવના પણ હતી, પરંતુ તેમની વ્યસ્તતાને કારણે એ કદાચ સંભવ બન્યું ન હતું.
હાલમાં થોડા જ સમય પહેલાં શ્રી ભદ્રમુનિજી અને પંડિત શ્રી સુખલાલજી જેવા પ્રેરણાદાતાઓ દ્વારા આ લખનારના હાથે સંપાદન થવો આરંભાયેલો અને વિદુષી સુશ્રી વિમલાતાઈની બાહ્યાંતર સર્વ પ્રકારની સહાયતા દ્વારા સંપન્ન થયેલો વર્ષોના પરિશ્રમ પછી સંપાદિત-પ્રકાશિત થયેલો અમારો એક ગ્રંથ અમે શ્રી રમણભાઈને મોકલ્યો. એ ગ્રંથ “સપ્તભાષી આત્મસિદ્ધિ શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું જ મૂળ ગુજરાતી ઉપરાંત અન્ય છ ભાષાઓમાં કાવ્યમય ભાષાંતર. આ વિષય પરના જ બબ્બે મહાનિબંધોના માર્ગદર્શક એવા શ્રી રમણભાઈએ એ વાંચીને પોતાના હૃદયનો પ્રતિભાવઅનુમોદનાભાવ અમને મોકલ્યો. તેમની પણ આવી સંભાવના પામી અમે ધન્ય થયા. આમ તેમનો ગુણગ્રાહિતાનો અને પ્રમોદભાવનાનો, અન્યોને અનુમોદનાથી નવાજવાનો તેમનો ગજબનો ગુણ અન્ય સૌ કોઈની જેમ અમે પણ અનુભવી રહ્યાં.
આ પ્રેરક અને અવિસ્મરણીય ઘટના પછીની હમણાંની બીજી ઘટના છે – લોકકવિગાયક શ્રી દુઃખાયલજી સાથેની સર્વોદય-સંગીત યાત્રાઓ' વિષેના મારા સંસ્મરણ-લેખ અંગેની. મારી બારેક વિદેશયાત્રાઓ-જેન ધર્મપ્રભાવનાની ત્રિવિધ યાત્રાએથીયે વિશેષ મહત્ત્વનો આ લેખ. ભારતની ધરતીની અને લોકજીવનની સમરસતાની આ યાત્રાઓનું મારે મન મોટું મૂલ્ય હોઈને મેં મુ.શ્રી રમણભાઈને એ લેખ “પ્રબુદ્ધ જીવન'માં છાપવા વિનંતિ કરી. તેમણે તરત જ ઉત્સાહિત કરતો પ્રત્યુત્તરવાળતાં અમુક સૂચનો સાથે એ અવશ્ય મોકલી આપવા જણાવ્યું. શ્રી દુઃખાયલ જેવા હિન્દી અને સિંધીભાષી કવિની પણ સર્વોદયી રાષ્ટ્રભાવનાનું શ્રી રમણભાઈને મહત્ત્વ અને મૂલ્ય જણાયું એ તેમની વ્યાપક દૃષ્ટિનું પરિચાયક તત્ત્વ છે. અલબત્ત, તેમણે માગ્યા મુજબનો લેખ મોકલવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org