________________
૩૫૦
શ્રત ઉપાસક રમણભાઈ
સર્વ સુકૃતોના અનુમોદક મનીષી
પ્રા. પ્રતાપકુમાર જે. ટોલિયા, બેંગલોર “સત્વેષ મૈત્રી, ગુણીષ પ્રમોદની ભાવના સો કોઈના સુકૃતોની અનુમોદના દ્વારા જીવનમાં વણી લેનાર ચિંતક, મનીષી મુરબ્બીશ્રી રમણભાઈના દેહાવસાનના સમાચાર અણધાર્યા જ અને મારી હાલની ગુજરાત યાત્રાને કારણે હમણાં જ મોડા મોડા જાણવા મળ્યા. સુશ્રી વિમલાતાઈને મળીને અમદાવાદ આવતાં બહેનશ્રી ગીતાબેન પરીખ પાસેથી. સહજ જ તેમની આત્મશાંતિ પ્રાર્થના અને વિગત સંસ્મરણોની સૃષ્ટિમાં ખોવાઈ જવાનું બન્યું. યાત્રામાંથી બેંગલોર પરત આવતાં “પ્રબુદ્ધ જીવન'નો ૧૧મો અંક અને શ્રી ધનવંતભાઈનો પત્ર વિગતે બધા સમાચાર આપી રહ્યો. તુરત શ્રી ધનવંતભાઈને કૉલ જોડીને સ્મરણાંજલિ રૂપે આ થોડાશા સ્મૃતિ-શબ્દો લખવા બેઠો છું.
પૂ. પંડિતશ્રી સુખલાલજીની છત્રછાયામાં મારું વિદ્યાધ્યયન ઈ.સ.૧૯૫૬થી આચાર્ય વિનોબાજી સાથેની પૂર્વ અને દક્ષિણ ભારતની પદયાત્રાઓ પછી આરંભાયેલું. લગભગ એ જ અરસામાં “પ્રબુદ્ધ જીવન'માં મારા લેખો લખવાનું શરૂ થતાં સ્વ. શ્રી પરમાનંદભાઈ અને સ્વ. શ્રી ચીમનલાલભાઈ સાથેના સંપર્કમાં મુ.શ્રી રમણભાઈનો પણ પ્રેરક પરિચય મને સાંપડતો ગયો. એ વધતો ચાલ્યો. અમારા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને કલ્યાણ મંદિર-ભક્તામર સ્તોત્રના રેકર્ડિંગ વેળાએ-રેખા બિલ્ડિંગમાં સ્વ. શ્રી ચીમનલાલભાઈ સાથેની તે વખતની એક મુલાકાતવેળાએ મુ.શ્રી રમણભાઈનું માર્ગદર્શન ઉપયોગી નીવડેલું. એ પછી યુવક સંઘ કાર્યાલય, વિવિધ સાહિત્ય સમારોહ અને જાહેર કાર્યક્રમોમાં તેમને મળવામાં અવનવી પ્રેરણા મળતી રહેતી. આ દરમ્યાન મારું ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનું પ્રાધ્યાપકપદ છોડી બેંગલોર આવીને વસવાનું થતાં અને દક્ષિણમાં હંપીના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સાથે સંબંધ થતાં, પ્રત્યક્ષ અને પત્રવ્યવહાર દ્વારા તેમની સાથે વિચારવિમર્શ વધતો રહ્યો. શ્રી રમણભાઈની ગુણગ્રાહકતા અને અનુમોદનાની ભાવનાના, તેમની નમ્રતા સાથે વારંવાર દર્શન થતાં અને તેમની સાથે દિલ ખોલીને વિચાર વિનિમય કરવાનું ગમતું.
આ અનુસંધાનમાં તેઓશ્રીએ જે સ્વ. શ્રી અગરચંદજી નાહટા અને સ્વ. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org