________________
શ્રુત ઉપાસક રમણભાઈ
ચાલી. તારાબહેને બધાને આઈસ્ક્રીમ ખવરાવ્યો. જતાં જતાં મેં.મુ. શ્રી૨મણભાઈને જ્ઞાનસત્ર-૩ તા.૩ અને ૪ ડિસેમ્બરે ઘાટકોપર મુકામે યોજવાનું નક્કી કર્યું છે તેની વિગતો સાથે જ્ઞાનસત્રની એક બેઠક સંભાળવા વિનંતી કરી તેમણે તબિયતને કારણે વધુ સમય બેસી શકાતું ન હોવાથી બેઠક તો સંભાળી શકાશે નહિ પરંતુ, હાજરી જરૂર આપીશ તેમ કહી જણાવ્યું કે ‘જૈનસાહિત્ય જ્ઞાનસત્ર તમે પ્રતિવર્ષ યોજો છો તે શૃંખલા ચાલુ રાખો. આ પ્રવૃત્તિ મહત્ત્વની અને જરૂરી છે. મારી તબિયતને કારણે કદાચ હવે હું સાહિત્ય સમારોહ યોજી નહિં શકું, તો આ કામ તમે ચાલુ રાખો, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મારું માર્ગદર્શન તમને જરૂર મળશે જ, મારી તમને શુભેચ્છા છે. વળી પૂ.નમ્રમુનિ જેવા સમર્થ સંતના તમને આશીર્વાદ છે અને પ્રવીણભાઈ, રસિકભાઈ જેવા તમારી સાથે ટીમવર્કમાં જોડાયેલા છે માટે આ પ્રવૃત્તિ ચાલુ રાખજો.’
‘આપની શુભેચ્છાથી આ કાર્યમાં સાતત્ય જળવાશે, આપે અમારા ઉત્સાહમાં વધારો કરી આત્મવિશ્વાસના અમૃતનું સિંચન કર્યું છે,' મેં કહ્યું. પૂ.રમણભાઈના એ શબ્દોથી આ કાર્ય પ્રત્યે અમારી શ્રદ્ધા વધી અને નવું બળ મળ્યું. આમ કેટલીય વ્યક્તિઓને તેઓ સપ્રવૃત્તિ માટે પ્રેરતા હતા.
૩-૧૨-૦૫ના તૃતીય જૈનસાહિત્ય જ્ઞાનસત્રમાં રમણભાઈ આપણી વચ્ચે નહોતા. ૩-૧૨-૦૫ મુ. રમણભાઈનો ૮૦મો જન્મદિવસ અને જ્ઞાનસત્રનો ઉદ્ઘાટન સમારોહ, આ સમારોહમાં અમે જ્ઞાનસજ્ઞ ૨માં થયેલા શોધપત્રો અને નિબંધોનો સંગ્રહ રજૂ જ્ઞાનધારા-૨ ગ્રંથ પૂજ્ય રમણભાઈની પાવન સ્મૃતિમાં તેમને અર્પણ કર્યો. જ્ઞાનસત્રમાં ઉપસ્થિત તારાબેન ૨. શાહ, ડૉ. ધનવંતભાઈ તિ. શાહ અને શૈલજાબેનને મહાનુભાવોના વરદ્ હસ્તે આ ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો.
જૈન યુવક સંઘ વ્યાખ્યાનમાળામાં ફંડ એકત્ર કરી યોગ્ય સંસ્થાઓને આર્થિક સહાય કરવાના તેમના ઉમદાકાર્યની આપણે અભિવંદના અને અનુમોદના કરીએ.
જેમણે અનેક ગ્રંથોનું લેખન સંપાદન કરી જૈનસાહિત્ય સમારોહના આયોજન દ્વારા, શ્રુતજ્ઞાન સંવર્ધન અને શાસનસેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. સાધુ સંતોના જ્ઞાનાભ્યાસ કાર્ય માટે સતત તત્પર એવા ‘પ્રબુધ્ધ જીવન’ના તંત્રી, સુશ્રાવક અને વિદ્વાન સાહિત્યકાર શ્રુત ઉપાસક જનૠષિને ભાવાંજલિ.
રમણભાઈનો પવિત્ર આત્મા મહાવિદેહમાં વિસામો લઈ પંચમગતિ તરફ શીઘ્રાતીશીઘ્ર પ્રયાણ કરે તેવી ભાવનાસહ શ્રધ્ધાંજલિ !
Jain Education International
-
For Private & Personal Use Only
૩૪૯
www.jainelibrary.org