________________
૩૪૮
શ્રત ઉપાસક રમણભાઈ
શ્રત-ઉપાસક જનષિ રમણભાઈ
1 ગુણવંત બરવાળિયા પૂ.રમણભાઈની વિદાયથી જૈનસાહિત્ય જગતનો એક તેજસ્વી તારલો વિલય પામ્યો.
જૈનસાહિત્ય સમારોહ વખતે વિદ્વતવર્ય રમણભાઈ સાથે કેટલોક સમય ગાળવા મળ્યો, જીવનની તે ઉત્તમ ક્ષણો વારંવાર વાગોળવાનું મન થાય તેવી હતી. જિનતત્ત્વોના ગહન રહસ્યો સરળભાષામાં સમજાવે અને કોઈપણ નિબંધ કે શોધપત્ર તૈયાર કરતી વખતે કેવી રીતે વિષયના ઊંડાણમાં જવું તે સલાહ આપે.
સાહિત્ય સમારોહ પછીનીતીર્થ યાત્રામાં રમણભાઈ સાથે જે જે તીર્થ સ્થળોની યાત્રા કરીએ ત્યારે તે મંદિરોની સ્થાપત્યકલા, જિનબિંબો વગેરેની ખૂબ જ રસપ્રદ વાતો કહે.
ત્રણ વર્ષ પહેલા અમે સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન રિસર્ચ સેંટર દ્વારા પૂ.નમ્રમુનિજી પૂ. બાપજી, ડૉ. પૂ. તરુલતાજી આદિ સંતસતીજીઓની નિશ્રામાં કલ્પતરુ સાધના કેન્દ્ર મિયાગામ કરજણમાં પ્રથમ જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કર્યું, પચાસેક જેટલા વિદ્વાનો – જૈનસાહિત્યકારો ઉપસ્થિત હતાં. મુ. શ્રી રમણભાઈએ સમાપન બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. “પુદ્ગલ પરાવર્ત' જેવા અતિ ગંભીર ગહન વિષય પર એમનું પ્રવચન અદ્ભુત હતું. રમણભાઈએ જ્ઞાનસત્રના સમ્રગ આયોજન માટે સંતોષ વ્યક્ત કર્યો હતો.
પંદરમી ઑગષ્ટ બે હજાર પાંચના અમારા સેંટર દ્વારા મુલુંડમાં ‘ઉવસગ્ગહરં શ્રત એવૉર્ડ'નો એક કાર્યક્રમ રાખવામાં આવેલ, અમે તેમાં ઉપસ્થિત રહેવા ડૉ. રમણભાઈને નિમંત્રણ આપેલ થોડા દિવસ પછી મુ. રમણભાઈનો ફોન આવ્યો.
તમારું નિમંત્રણ મળ્યું, તમારા કાર્યક્રમમાં આવવાનું પૂ.સંતો સતીજીઓ દર્શન કરવાનું ઘણું મન છે પરંતુ અશક્તિ અને નબળાઈ ઘણાં છે તો હું ત્યાં આવી શકીશ નહીં પરંતુ, એવૉર્ડ એનાયત સમારોહ પૂરો થયા પછી વિદ્વાનો અને મહાનુભાવોને લઈને તમે મારા ઘરે જરૂર આવો, બધાને મળવાનું મને ગમશે.”
જૈન મહાસંઘના પ્રમુખ શ્રી પ્રાણભાઈ, જૈન કોન્ફરન્સના પ્રમુખ શ્રી મગનભાઈ, ડૉ. કુમારપાળ સહિત દસેક મહાનુભાવો અને વિદ્વાનો સાથે અમે રમણભાઈને ઘરે પહોંચ્યા, એક કલાક સુધી ધર્મ અને સાહિત્ય વિષયક ચર્ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org