________________
શ્રત ઉપાસક રમણભાઈ
૩૪૭
પ્રોત્સાહિત થઈ એ પાંચસો પૃષ્ઠવાળા પુસ્તકનો ગુજરાતી અનુવાદ તૈયાર કરી સંસ્થાને મેં મોકલી આપ્યો. વીસ વર્ષ સુધી આ બાબતમાં કશી જ પ્રગતિ થઈ નહીં. મેં પણ આશા છોડી દીધી. પરંતુ બન્યું એમ કે શ્રી રમણભાઈ પોતાના મિત્ર શ્રી બિપીનભાઈ જેન સાથે એ સંસ્થાની મુલાકાતે વારાણસી ગયા અને
ત્યાં તેમણે મારા લખાણને જોયું. ધનના અભાવે પ્રકાશન થઈ શકેલ નથી એમ જાણવા મળ્યું ત્યારે એ જ વખતે શ્રી બિપીનભાઈ જેને માતબર રકમનું દાન પુસ્તક પ્રકાશન માટે જાહેર કર્યું અને આમ રમણભાઇના મિત્ર દ્વારા મારા લખાણને પ્રકાશિત થવાની તક ચમત્કારિક રીતે પ્રાપ્ત થઈ. જો શ્રી રમણભાઈ પોતાના મિત્ર સાથે સંસ્થાની મુલાકાતે ન ગયા હોત તો આજેય મારું લખાણ અપ્રકાશિત હોત ! આ બાબત હું કાયમ શ્રી રમણભાઈ તથા એમના મિત્રનો ઋણી રહીશ.
જેન સાહિત્ય સમારોહને કારણે મને અનેક વિદ્વાનોને મળવાની તક મળી હતી. સર્વશ્રી અગરચંદ નાહટા, શ્રી જોહરીમલ, હરિવલ્લભ ભાયાણી, હસમુખભાઈ માલવાણીયા, ભોગીલાલ સાંડેસરા જેવા મૂર્ધન્ય વિદ્વાનોને નજીકથી મળવાની તક મારે માટે બહુમૂલ્ય છે.
શ્રી રમણભાઈ બહુ આયામી પ્રકારનું જીવન જીવી ગયા. પૂર્વ સુકૃતને કારણે તેમને જીવનમાં સુંદર તકો પ્રાપ્ત થઈ. આજે તેઓ અનંતની યાત્રાએ નીકળી ચૂક્યા છે. પરમ પૂજ્ય તીર્થકર ભગવંતોની કૃપાનો તેમને લાભ મળે અને જીવન નૌકાનાં હલેસાં એકલે હાથે સંચાલિત કરવામાં પૂ. શ્રી તારાબહેનને શક્તિ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી વિરમું છું. અંતમાં એટલું જ કે શ્રી રમણભાઈ આને જીવ્યું કહેવાય એવો સંદેશો પછીની પેઢી માટે મૂકતા ગયા છે.
જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ કાર્યરત રહ્યા અજાતશત્રુ, નિખાલસ, સદાય હસતો તેમનો ચહેરો ભુલાય તેમ નથી. “પ્રબુદ્ધ જીવન' જૈન તત્ત્વજ્ઞાનની મીઠી વિરડી જેવું તેમણે બનાવ્યું. તેમના દરેક પ્રકારના લેખો ખૂબ જ સરળ – ઊંડાણભર્યા તથા રસપ્રદ રહેતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ કાર્યરત હતા.
પ્રબોધ કોઠારી-સુદર્શના પી. કોઠારી, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org