________________
૩૪ ૬
શ્રત ઉપાસક રમણભાઈ
લેખક તરીકે તેમની શૈલી આડંબરરહિત છે. તેમનું ગદ્ય સૂક્ષ્મ બાબતોને પણ સરસ રીતે વ્યક્ત કરે છે. પાસપોર્ટની પાંખે'માં તેમણે દરેક પ્રકરણને સ્વયં પર્યાપ્ત રીતે આલેખી એક નવો જ અભિગમ અખત્યાર કર્યો અને “મુક્તક'ની જેમ એક જ પ્રકરણ ભરપૂર આનંદ આપે એ રીતે નિરૂપીને વાચકોની અભિરુચિ ઉપર પકડ જમાવી. તેમના ગંભીર ગણી શકાય એવા નિબંધોની વાત કરીએ તો આપણને તેમની સર્વગ્રાહીતાનો ખ્યાલ આવશે. દરેક લખાણ એટલું સંપૂર્ણ હોય કે ક્યાંય કશી કચાશ લાગે જ નહીં. “જિન-વચન', “અધ્યાત્મસાર', “પ્રબુદ્ધ જીવન'ના તંત્રીપદે લખાયેલ લેખો વગેરે તેમની ગહન–વિદ્વતાનો પરિચય આપે છે. તેમણે આલેખેલ વ્યક્તિચિત્રો પણ એટલા જ અમર બની ગયાં છે. તાજેતરમાં તેમણે દોરેલાં પ. પૂ. સ્વ. શ્રી ધર્મસૂરિશ્વરજી મહારાજ કે શ્રી સ્વ. મફતકાકાનાં જીવનવૃત્તાંતનો આ બાબતનો ખ્યાલ આપશે. આ લખાણોમાં તે તે મહાનુભાવો સાથેના તેમના ગાઢ સંબંધને પણ જોઈ શકાય છે. આવા મહાનુભાવોના પ્રીતિપાત્ર બનનાર શ્રી રમણભાઈ માનવ તરીકે ખૂબ જ સરળ અને નિખાલસ હતા. વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલ કોમમાં ઊછર્યા છતાં તેઓ વિત્તપ્રેમીને બદલે વિદ્યાપ્રેમી બન્યા. દેશ-દેશાવરમાંથી તેમના જ્ઞાનનો લાભ લેવા જિજ્ઞાસુઓ આવતા. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજો પણ તેમની પાસે અભ્યાસ કરીPh.Dસુધીની ઉપાધિ મેળવતા. મહાશાળાની કારકિર્દી દરમ્યાન ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમને સાંપડ્યા. પોતાનાં સંતાનોને પણ તેમણે સરસ કેળવણી આપી જીવનમાં યશસ્વી બનાવ્યા. શ્રી રમણભાઇની વિદ્યા-સાધના પૂ. બહેનશ્રી તારાબહેનની વિદ્વતાને કારણે ખૂબ જ પાંગરી. વિદ્યાજગતમાં શોભતું તેમના જેવું દંપતી ભાગ્યે જ જોવા મળે. બંને ગુજરાતી સાહિત્યમાં તો પારંગત જ પણ જૈન ધર્મ-સાહિત્યમાં પણ એટલા જ નિપુણ.
પર્યુષણ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ તરીકે પણ શ્રી રમણભાઈ કાયમ યાદ રહેશે. ભિન્ન ભિન્ન વર્ગના નામના પાત્ર વિદ્વાનોને નિમંત્રી પર્યુષણ દરમ્યાન જે જ્ઞાનયજ્ઞનો તેમણે લાભ આપ્યો છે તે ભાગ્યે જ ભૂલાશે.
શ્રી રમણભાઇનો એક ઉપકાર હું તો ક્યારેય નહીં ભૂલું. બન્યું એમ કે પાર્શ્વનાથ શોધ સંસ્થાન-વારાણસીના પુસ્તક “ઉત્તરધ્યયન સૂત્ર-પ અધ્યયન (લે. ડૉ. સુદર્શનલાલ જેન)નો અનુવાદ કરવાની મેં તૈયારી દર્શાવી. ડૉ. સુદર્શનલાલજીએ પુસ્તક સંસ્થા છપાવી આપશે એમ ખાતરી આપી. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org