________________
ભુત ઉપાસક રમણભાઈ
૩૪૫
આને જીવ્યું કહેવાય?
I પ્રા. અરુણ જોષી પાસપોર્ટની પાંખે વિહરવા જતા શ્રી રમણભાઇની આપણે પ્રતીક્ષા કરતા. પ્રવાસેથી આવીને પોતાના આગવા આયોજન અને આકર્ષક શૈલીથી આપણને પણ પોતે અનુભવેલા આનંદના સહભાગી બનાવતા, પરંતુ હવે તેઓ અનંતની યાત્રાએ ઊપડી ગયા છે. પાછા ફરવાના નથી તેથી આપણે સવિશેષ ચિંતામગ્ન અને શોકગ્રસ્ત થયા છીએ. કાળની કેડીએ અદ્વિતીય કક્ષાના શ્રી રમણભાઈ સાથે થતું કિંચિત સમય પસાર કરવાનો અનન્ય લાભ મને મળ્યો છે; જેને હું મારું સદ્ભાગ્ય સમજું છું.
મને તેમનો પ્રથમ પરિચય પ્રથમ સાહિત્ય સમારોહ વખતે મહુવા મુકામે થયો. શ્રીમતી તારાબહેન સાથે તેમને જોયા ત્યારથી હું તેમનો ગુણાનુરાગી બન્યો. પછી તો અનેક સમારોહ યોજાયા. તેમણે દરેક વખતે મને નિમંત્રણ પાઠવેલ અને નિબંધ-વાંચનની તક પણ આપેલ. સંયોજક તરીકે તેમની વ્યવસ્થાશક્તિ અભુત હતી. સમારોહ દરમ્યાન તેમની સાથે કચ્છનાં પાંચ તીર્થોનાં દર્શન કરવાની પણ તક મળેલી. સમારોહનાં સ્થળોએ પૂજ્ય ભગવંતોના દર્શનનો લાભ પણ મળતો તથા પૂ. સાધુ-સાધ્વીઓનો શ્રી રમણભાઈ પ્રત્યેનો વાત્સલ્યભાવ પણ જોવા મળતો.
મુંબઈ વિશ્વ વિદ્યાલયના ગુજરાતી ભાષા વિભાગના અધ્યક્ષ તરીકે તેમનું યોગદાન યશસ્વી રહ્યું. તેમની વિદ્વતાને કારણે વિશ્વની PE.N. કલબનાં અધિવેશનોમાં તેમને હાજર રહેવાની અને નિબંધ વાંચનની તક સાંપડેલી. આ અદ્વિતીય ગણાય તેવું સભાગ્ય પ્રાપ્ત થવાને કારણે તેમને વિશ્વ-પરિભ્રમણનો અનેકવાર લાભ મળ્યો. તેમણે કરેલા પ્રવાસોનું તેમણે સુંદર આલેખન કરી પાસપોર્ટની પાંખેના ત્રણ ભાગ પ્રકાશિત કર્યા જે વાંચવાથી વાચકને પણ સંતર્પક રીતે પોતે પ્રવાસ કર્યો હોય એવો અનુભવ થઈ શકે છે. શ્રી રમણભાઈ આ પ્રવાસ વર્ણનોથી ખૂબ જ જાણીતા બન્યા. એન.સી.સી.ના ઑફિસર પદે રહીને પણ પોતાને થયેલા મિલિટરી જીવનના અનુભવો તેમણે આલેખ્યા જે પણ વાંચવા જેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org