________________
૩૪૪
શ્રત ઉપાસક રમણભાઈ જીવન સામયિક અને એના તંત્રીશ્રી રમણલાલ ચી. શાહને છે.
કંઈક જ્ઞાની મહાત્માઓના ગાઈડ-માર્ગદર્શક બન્યા તેથી જૈન દર્શનને લગતા જુદા જુદા વિષયો ઉપર દળદાર નિબંધગ્રંથો મેળવવા જૈન સંઘ ભાગ્યશાળી થયો અને તે વ્યક્તિવિશેષોને ડૉક્ટરેટની ઉપાધિ મળી એમાં એઓશ્રીનો સિંહફાળો
છે.
જૈન યુવક સંઘ સંસ્થાના માધ્યમે એઓશ્રીએ જે પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુંદર આયોજન કર્યું અને પ્રબુદ્ધ જીવન સામાયિકને જન જન સુધી પહોંચાડવાનું પુનિત કાર્ય કર્યું છે તે અવિસ્મરણિય છે. એ કાર્ય હવે એઓશ્રી પછી કરનાર હાલ તો કોઈ નજરે ચડતું નથી. પરંતુ બહુરના વસુંધરા'ના ન્યાયે એમનો સંતતિ યોગ એઓશ્રીની કંડારાયેલી કેડીએ ચાલુ રહેશે અને ચાલુ રહેવો જોઈશે. બાકી તો એ જ્ઞાની, સુખી, સંપન્ન છતાં નિરાભિમાની, નિખાલસ અને પીઠ થાબડીને પ્રોત્સાહિત કરનાર પ્રોત્સાહકની ખોટ તો અવશ્ય સાલશે જ !
સ્મરણ પુષ્પ સ્વ. ડો. રમણભાઈ ચીમનલાલ અમૃતલાલ શાહ એક બહુમુખી પ્રતિભા ધરાવતા જૈન વિદ્વાન હતા. અમારા ટ્રસ્ટ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અમારી તેમની જોડે પરિચય થયેલો. તેઓશ્રી તથા તારાબહેનને જ્યારે મળવાનું થતું ત્યારે મારાં ધર્મપત્નીના ખબરઅંતર અચૂક પૂછતાં અને રમણભાઈ પૂછતા કે માલતી કેમ છે અને તારાબહેન કહેતાં કે મહાલતી કેમ છે!
છેલ્લે તેઓ મલબારહિલથી મુલુંડ રહેવા આવ્યા તે દરમિયાન જાન્યુઆરી૨૦૦૫માં લાયન્સ ડિસ્ટ્રિક્ટ-૩૨૩-એ ૨ની રિજિયન કોન્ફરન્સમાં તેમને તથા તારાબહેનને મળવાનું થયું હતું.
પાસપોર્ટની પાંખે'ના પુસ્તકો વાંચતા ઘણી નવી વિગતો જાણવા મળે અને તે માહિતીઓ પ્રવાસમાં ઉપયોગી થતી અને વારંવાર વાંચવાનું મન થતું.
તેમના જવાથી જૈન સમાજે પ્રખર વ્યાખ્યાતા, સાહિત્યકાર અને કેળવણીકાર ગુમાવ્યા છે.
D લાયન પ્રફુલ કાંતિલાલ શાહ, ઘાટકોપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org