________________
શ્રુત ઉપાસક રમણભાઈ
જ્ઞાની, નિરાભિમાની
D સૂર્યવદન જવેરી
પૂજ્ય રમણકાકા હવે આપણી વચ્ચે રહ્યાં નથી. પરંતુ એમની કૃતિઓથી આપણી વચ્ચે જીવંત છે.
૩૪૩
એઓશ્રી એમને ફાળે આવેલું નિર્માણકાર્ય પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક પ્રામાણિકપણે નિભાવી ગયાં. જીવન જીવી નહિ ગયાં બલ્કે જીવન જીતી ગયાં. પ્રાપ્ત મન, વચન, કાર્યયોગને યથાર્થ રીતે સાર્થક કરી ગયા. સાથે સાથે અગણિત વ્યક્તિઓને જીવન આદર્શ પૂરો પાડી જીવન જીવવાની કળા શીખવી ગયા.
મુંબઈ વિદ્યાપીઠના આચાર્ય તરીકે અનેક વિદ્યાર્થીઓના સંસ્કાર ઘડત૨ ક૨વા સાથે ‘પ્રબુદ્ધ જીવન’ના પાઠકોનું પણ ઘડતર સુંદર લેખનકાર્ય દ્વારા કરતા ગયા, તે એમનું સમાજને આગવું યોગદાન છે. પૂર્વ પુણ્યોદયે એઓશ્રીને સંસ્કાર ઘડતરનો નિર્દોષ નિષ્પાપ પુણ્યવ્યવસાય સાંપડ્યો હતો તે તેમના અહોભાગ્ય હતા અને આપણા ધનભાગ્ય હતાં કે એમને મેળવવા ભાગ્યશાળી થયા.
જૈન તત્ત્વદર્શનના લેખો દ્વારા શ્રમણ સંસ્થાને પણ ‘પ્રબુદ્ધ જીવન' પ્રતિ આકર્ષી એના પાઠક બનાવવાનું શ્રેય એમના ફાળે જાય છે.
ઘણા બધાં ગ્રંથોનું દોહન કરીને જૈન તત્ત્વજ્ઞાનનું દુગ્ધપાન સ્વયં કરાવતા જ રહ્યાં પરંતુ સાથે સાથે જૈન સંઘની આગવી પ્રતિભાઓને ખોળી કાઢી એ પ્રતિભાશાળી વ્યક્તિઓને પણ ‘પ્રબુદ્ધ જીવન'ના માધ્યમથી પ્રકાશમાં લાવવાનું પૂનિત કાર્ય એઓશ્રી દ્વારા થયું છે. તે એટલે સુધી કે જૈનાચાર્યોને પણ ‘પ્રબુદ્ધ જીવન' સામયિક માટે લેખો લખાવવા એઓશ્રી યશસ્વી રહ્યાં.
દ્રવ્યાનુયોગના પંડિતશ્રી પનાલાલ જ. ગાંધી કે જેઓશ્રી જૈન તત્ત્વદર્શનનું આગવું જ્ઞાન ધરાવતા હોવા છતાં જૈન સંઘમાં અજ્ઞાત હતાં, એઓશ્રીના જ્ઞાનની પરખ કરીને એમને પણ પ્રકાશમાં લાવવાનું શ્રેય એ પૂ. રમણકાકાના ફાળે જાય છે. એઓશ્રી હોત નહિ તો પંડિતશ્રી પનાભાઇનું તત્ત્વજ્ઞાન એમની સાથે જ અસ્ત પામ્યું હોત.
Jain Education International
‘ત્રૈકાલિક આત્મવિજ્ઞાન’, ‘સ્વરૂપ મંત્ર’ અને ‘સ્વરૂપ ઐશ્વર્ય’ યાને ‘કેવળજ્ઞાન અનુપ્રેક્ષા' જેવાં ગ્રંથો મેળવવા જૈન સંઘ ભાગ્યશાળી થયો તેનું શ્રેય પ્રબુદ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org