________________
૩૪ ૨
શ્વત ઉપાસક રમણભાઈ
આદરણીય ડૉ. રમણભાઈ
| રશ્મિભાઈ ઝવેરી પ્રબુદ્ધ ડૉ. રમણભાઈનો પરોક્ષ પરિચય “પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત એમના અગ્રલેખો દ્વારા થયો હતો. આગમ રૂપી અર્ણવમાંથી નાના નાના સૂત્રો રૂપી મોતીઓ ચૂંટી ચૂંટી એની સરળ ભાષામાં કરેલી છણાવટ અને એની જીવનમાં વ્યવહારિક ઉપયોગિતા દર્શાવતી શૈલીથી અવિસ્મરણીય બની રહ્યા છે. મહાત્માઓના જીવનચરિત્રો, સાંપ્રત પ્રવાહના લેખો, “પોકીમાન' જેવા અત્યાધુનિક વિષયો સાથે તત્ત્વજ્ઞાન અને દર્શનના ગહન વિષયો પરના એમના અગ્રલેખો સંગ્રહણીય છે. મારા જેવા અબુધને પણ એક-બે લેખ લખવા પ્રેરણા આપી હતી અને પ્રકાશિત કર્યા હતાં.
છેલ્લાં ૬/૭ વર્ષથી “શ્રી મુંબઈ જેન યુવક સંઘ'ની વ્યાખ્યાનમાળામાં પ્રવચન આપવા માટે હંમેશાં ઉત્સાહિત કરતા. પ્રવચનના વિષય માટે પણ સલાહ અને માર્ગદર્શન આપતા. મારા જેવા અને કોને વ્યાખ્યાન આપતા કરવા માટે એમનું યોગદાન અદ્વિતીય છે. - ત્યાગ, તપસ્યા અને જ્ઞાન માટે એમને અત્યંત આદર હતો. મારા સ્વ. પિતાશ્રી પૂ. જેઠાભાઈ સાકરચંદ ઝવેરીએ ૧૯૯૩માં સંથારો કર્યો હતો ત્યારે એમને મળવા પૂ. તારાબેન સાથે ત્રણ માળા ચડીને આવ્યા હતા અને જ્ઞાનગોષ્ઠી કરી હતી.
* * *
તેમના અનેક ગુણો ફરી ફરી યાદ આવે છે. પૂ. રમણભાઈની ખોટ મને ઘણી મોટી લાગી છે. ઈશ્વર તેમના આત્માને અપૂર્વ શાંતિ આપે. મારી વય ૭૯ છે. “પ્રબુદ્ધ જીવન'ના છેલ્લા અંકમાં આપનો સ્વ. રમણભાઈ પરનો લખેલો લેખ મને ખૂબ ગમ્યો છે. અને તેમના અનેક ગુણો ફરી ફરી યાદ આવે છે. તેમના અનેક સગુણોના કારણે મારા પિતાશ્રી પરમાનંદભાઈને તેમના માટે ખૂબ માન હતું.
મિતાબેન પ્રકાશ ગાંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org