________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૪૧
રમણભાઈનો એવો આગ્રહ હતો કે પોતાના જ હસ્તાક્ષરમાં બાપુજીનું લખાણ જયાં જોડણી અથવા વિરામ ચિહ્નોની ભૂલો હોય તે સુધારી, જરૂર હોય તેટલી ઓછામાં ઓછી કાપકૂપ કરી એક સ્વચ્છ પ્રેસ કૉપી તૈયાર કરવી. એક દિવસ પોતે નિર્ધારેલું લખાણ પતાવી તેમણે ફાઉન્ટન પેન બંધ કરી ગજવામાં મૂકી. મુઠ્ઠી બે ચા૨ વા૨ ઉઘાડ બંધ કરી આંગળાને આરામ આપ્યો. બાજુમાં બા એક ખુરશી ઉપર બેઠાં હતા. તેમને ધીમે રહીને પૂછ્યું, ‘“બા, આ લેખમાં વાંચ્યુ કે તમે કરાંચીમાં આખી રાત કાળી ચૌદશની રાતે ચોકી કરી હતી. તમને જરાય ડર ન લાગ્યો ?'' પ્રયત્નપૂર્વક સમતા ધારણ કરીને બેઠેલા બાની આંખમાં તેજ આવ્યું તેમણે સહેજ દબાયેલા ગંભીર અવાજમાં તે પ્રસંગનુ વર્ણન ક૨વા માંડ્યું. જેમ જેમ એ વાત કરતા ગયા તેમ તેમ અવાજ ખુલતો ગયો.' તેમણે વાત પૂરી કરી એટલે રમણભાઈ પૂછ્યું કે ‘બા, તમે આવું કામ માથે લો તો બાપુજી ના ન પાડે ?’' બા કહે “જરાય નહિ. એમને તો કોઈ ડરે તો જરાય ન ગમે.’' અને પછી બા બાપુજીની વાતોએ ચડયા. રમણભાઈની સમયમર્યાદા કયારની વીતી ગઈ હતી પણ તેઓ જરાય અકળાયા નહિ. ધીરજપૂર્વક અને રસપૂર્વક સાંભળતા રહ્યા. એકાદ સવાલ પૂછીને વાતને પોતાની મનગમતી દિશામાં વાળી લે. બીજે દિવસે પણ એ જ પ્રમાણે સિફતથી અને કૂનેહપૂર્વક જે જાણવું હતું તે જાણી લીધું, બાને જરાય દુઃખ ન થાય તેવી રીતે !! હું અને કંચન છક્ક થઈ ગયાં. બાપુજીની જીવનકથા રમણભાઈએ સ-રસ લખી આપી. માનવસ્વભાવની તેમની સૂઝ સમય જોઈને અમે તેમને મનોમન સલામ કરી!
મેં પહેલા કહ્યું તેમ, બાપુજીના કાવ્યોને પુસ્તકમાં સ્થાન ન આપવુ એવો મારો મત હતો. રમણભાઈ મને કહે ‘‘લીવરભાઈ, તમને નથી ગમતા તે હું જાણું છું.'' હું સાવધ થયો. ‘“મને તેમાં કયાંય કાવ્ય નથી જણાતું’’ મેં કહ્યું “પેલું સ્મિત એમના હોઠ પર રમતું થયું, કદાચ તમારી વાતને સાચી માની લઈએ તો પણ એમા ટી.જી. શાહ તો સ્પષ્ટ દેખાય છે.'' તેમની વાતમાં તથ્ય હતું. અમે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કાવ્યોનું સંકલન નહોતા કરતા -ટી.જી. શાહની સ્મૃતિ જાળવવાનો પ્રયત્ન કરતા હતા.
આવા તો અનેક પ્રસંગો બન્યા. ‘જીવન-દર્પણ’’ એક સુંદર પુસ્તક બન્યું. જેણે જોયું તેને ગમ્યું, જેણે વાંચ્યુ તેમણે મ્હાણ્યું - કાવ્યો સહિત!
અંત સુધી તેઓ મારા મિત્ર રહ્યા, તેને હું મારું સદ્ભાગ્ય માનું છું. જ્યારે સહારાની જરૂર પડે ત્યારે પડખે ઊભા જ હોય. પ્રેમ કરવાની અજબની શક્તિ હતી તેમનામાં, જીવનના શેષ વર્ષોમાં તેમના સંસ્મરણો વાગોળવાનું ખૂબ ખૂબ ગમશે મને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org