________________
૩૪૦
શ્રુત ઉપાસક રમણભાઈ
રમણભાઈ અને હું -
ઓલિવર દેસાઈ સન ૧૯૫૮માં મારા સસરા શ્રી ટી.જી. શાહનું અવસાન થયું. તેઓ જૈન સમાજના જાણીતા અને અગ્રગણ્ય સમાજસેવક હતા. તેમની સ્મૃતિ સાચવી રાખવા કંઈક કરવું એવી પૂ.બા (ચંચળબા)ની ઈચ્છા હતી. મેં અને મારી પત્ની કંચને એક પુસ્તિકા, જેમાં બાપુજીના જીવનની રૂપરેખા અને તેમના પ્રગટ થએલા લેખોમાંથી અમુક પસંદ કરેલા લેખો છપાવવા એવું સૂચન કર્યું જે પૂ. બાને ગમ્યું. અમારામાંથી કોઈને પ્રકાશનની જરા પણ જાણકારી નહોતી એટલે આ કામ કોને સોંપવું એ એક પ્રશ્ન થઈ પડ્યો. કંચન અને બાએ આ કામ માટે રમણભાઈ ઉપર પસંદગી ઉતારી. તેઓની સાથે બા તથા કંચનને સારા સંબંધ હતા. તેઓની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી યશસ્વી હતી. ઝેવિયર્સ કૉલેજમાં પ્રોફેસર હતા અને પોતાનાં બે પુસ્તકો, એવરેસ્ટનું આરોહણ અને ગુલામોનો મુક્તિદાતા પ્રગટ કરી ચૂક્યા હતા.
બાનું સ્વાથ્ય બાપુજીના જવા પછી કથળ્યું હતું. કંચને તેમની સાર-સંભાળમાં અને અમારા બે મહિનાના બાબાની સંભાળ રાખવામાં તેમ જ કોર્ટ કચેરી અને વકીલોની ઓફિસોના ધક્કામાં ખૂબ જ વ્યસ્ત રહેતી એટલે રમણભાઈ સાથે બેસવું, ચર્ચા કરવી, એમની સગવડ સાચવવી એ સઘળું કામ સર્ભાગ્યે મારા ભાગે આવ્યું! આવે ત્યારે પંખાની સ્વીચ દબાવવાની અને એક ગ્લાસ પાણી આપવાનું એટલે પત્યુ! પૂ.બાને એમને નાસ્તો પાણી કરાવવાની ખૂબ જ ઈચ્છા થાય. પરંતુ પહેલે દિવસે બાનુ માન રાખવા રમણભાઈએ નાસ્તો કર્યો તે કર્યો પછી નહિ. કયારેય અવાજમાં કે શબ્દોમાં અવિવેકનો અણસાર સુધ્ધા જણાય નહિ અને કયારેય પેલુ મળતાવડુ અને ગમી જાય એવું સ્મિત દૂર થાય નહિ. અભુત કૂનથી એમણે નાસ્તો ટાળ્યો! બાકી બાના આગ્રહમાંથી છૂટવું એ લગભગ અશક્ય જ હતું.
બાપુજીએ જુદા જુદા લેખોમાં પોતાના જીવનના ઘણા પ્રસંગો આલેખ્યા હતા અને ઠેકઠેકાણે બીજી નોંધો પણ કરી હતી તે કંચને એકઠી કરી રાખી હતી પણ તે બધાને સમય પ્રમાણે ગોઠવવા અને વચ્ચેની ખૂટતી કડીઓ ગોતી સાંકળવાનું કાર્ય અઘરું હતું. કંચન પોતાને જ ખબર હોય તે માહિતી આપતી પરંતુ બાને પૂછયા વગર કામ ચાલે તેવું લાગતું નહોતું ત્યારે બાને જૂની વાતો યાદ કરાવી દુઃખ પણ પહોંચાડવું નહોતું! કરવું શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org